ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
યુકેમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા દેશોએ યુકેની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ જ ક્રમમાં હવે ફ્રાન્સે પણ યુકે ટ્રાવેલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના પ્રસારને લઈને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે. આ પ્રતિબંધ શુક્રવાર અડધી રાતથી લાગુ થઇ ગયો છે. ફ્રાન્સ સરકારના એક પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને કહ્યું છે કે બ્રિટનથી પર્યટન અને કારોબારને લઈને તમામ યાત્રાઓ બંધ રહેશે. બ્રિટનથી આવનારા યાત્રીઓને ૨૪ કલાક જૂના કોરોના નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાના રહેશે.
અચાનક લેવાયેલા આ ર્નિણયથી યાત્રા કરનારા બંને દેશના પરિવાર અને એન્ય લોકોની યાત્રાઓ પ્રભાવિત થઈ શકે છે. કેટલાક યાત્રીઓએ આ પગલાને રાજકીય રીતે પ્રેરિત થવાને લઈને પણ પ્રશ્નો કર્યા છે. બ્રિટનના પીએમ બોરિસ જાેનસનના પ્રવક્તા મેક્સ બ્લેને મીડિયાને કહ્યું કે જાેનસનના આ પગલાને લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોની સાથે કોઈ ચર્ચા થઈ નથી. બ્રિટનની પણ જવાબી ઉપાયની કોઈ યોજના નથી. સ્ટડીમાં દાવો કરાયો છે કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનમાં ૭૦ ગણા વધારે ઝડપથી સંક્રમિત કરવાની ક્ષમતા છે. અધ્યયનમાં કહેવાયું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ વધારે ગંભીર રોગ નહીં બની શકે. મળતી માહિતિ અનુસાર ઓમિક્રોન, ડેલ્ટા અને કોરોનાના વાસ્તવિક સ્ટ્રેનથી પણ વધારે પ્રભાવી રીતે સંક્રમિત કરી શકે છે.કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ચિંતા વધી રહી છે ત્યારે ફ્રાન્સે બ્રિટનથી આવનારા અને જનારા માટે યાત્રા પર રોક લગાવવાની જાહેરાત કરી છે. યાત્રા માટેના કારણોની સીમા નક્કી કરવાને લઈને ફ્રાન્સ પહોંચ્યાના ૪૮ કલાકના આઈસોલેશનને અનિવાર્ય કર્યું છે. બ્રિટનમાં ગુરુવારે ૨૪ કલાકમાં ૮૮૩૭૬ સંક્રમિત આવ્યા છે. બ્રિટિશ સ્વાસ્થ્ય અધિકારીએ આવનારા કેટલાક દિવસોમાં સંખ્યા અને કેસમાં વધારાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.’
 
			         
			         
                                                        