ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
ઇજિપ્તના દક્ષિણી અસવાન શહેરમાં આવેલા તોફાન અને ભારે વરસાદને કારણે રણમાં છુપાયેલા ઝેરી એકાએક વીંછીઓનો ઝૂંડ શહેરમાં આવી ગયો છે. તોફાન, ભારે વરસાદ અને પૂરના કારણે વીંછી જમીનની નીચે નીકળીને રસ્તા, ઘર, ઓફિસ, બજાર, પર્યટન સ્થળ પર ફેલાઈ ગયા છે.
અચાનક ઉમટેલા વીંછીઓના ઝુંડે 500થી વધારે લોકોને ડંખ માર્યા છે. આ વીંછી એટલા જીવલેણ હોય છે કે ડંખ માર્યાના 1 કલાકમાં જ માણસો મરી જાય છે. તેના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને 80થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ છે.
વીંછીથી લોકોમાં ભય વધી એટલો ગયો છે કે લોકો પોતાને અને પરિવારને બચાવવા માટે દરેક સંભવ ઉપાય શોધવામાં લાગ્યા છે. વીંછી ઉપરાંત આ વિસ્તારમાં એક વધુ ડર સાંપના ડંખવાનો પણ છે. જોકે હજુ સુધી સાંપના ડંખવાનો કોઈ કેસ સામે આવ્યો નથી.
આ અંગે સ્થાનિક પર્યાવરણ વિશેષજ્ઞોનું માનવું છે કે આ શુષ્ક વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષમાં અચાનક તોફાન અને વરસાદ થવા લાગ્યો છે. તેથી વીંછી અને ઝેરી જીવ-જંતુઓ જમીનમાંથી બહાર આવી રહ્યાં છે.
આસામ રાઇફલે લીધો મણિપુર હુમલાનો બદલો, ઓપરેશનમાં આટલા ઉગ્રવાદીઓને કર્યા ઠાર; જાણો વિગતે