274
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિશ્વવિખ્યાત ઉદ્યોગ સાહસિક એલન મસ્કે (Elon Musk) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)ને ખરીદી લેવાની તૈયારી દર્શાવી છે.
એલન મસ્ક 41.5 અબજ ડોલરમાં ટ્વિટરને ખરીદી લેવા માટે તૈયાર છે. એટલે કે તેઓ ટ્વિટરના શેર(Twitter Share) દીઠ 54.20 ડોલર ચુકવવા માંગે છે.
ઉધોગપતિ એલન મસ્કની આ ઓફર બાદ ટ્વિટરનો શેર 18 ટકા વધી ગયો છે.
તાજેતરમાં જ એલન મસ્ક ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં (Board of Directors) સામેલ થવાની તૈયારીમાં હતા, તેવી જાહેરાત ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ પરાગ અગરવાલે (Parag Agarwal) કરી હતી. પરંતુ હવે અચાનક ચિત્ર બદલાઈ ગયું છે.
એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને તેના સૌથી મોટા શેરહોલ્ડર વચ્ચેના સંબંધોમાં અનિશ્ચિતતા છે.
You Might Be Interested In