News Continuous Bureau | Mumbai
અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર થયો છે જેમાં યુરોપે તમામ ટેરિફ (Tariff) શૂન્ય કરવા પર સંમતિ આપી છે. વ્હાઈટ હાઉસના ટ્રેડ એડવાઈઝર પીટર નાવારોએ આ કરારને “પ્રેસિડન્ટ ટ્રમ્પની ભવ્ય સિદ્ધિ” ગણાવી છે. આ કરાર હેઠળ યુરોપ હવે અમેરિકાથી $750 બિલિયનનું લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ખરીદશે અને $600 બિલિયનનું રોકાણ અમેરિકાના સ્ટ્રેટેજિક સેક્ટર્સમાં કરશે.
કાર અને સ્ટીલ ટેરિફમાં ફેરફાર, NATO સહકારમાં વધારો
આ કરાર હેઠળ અમેરિકાએ કાર પર ટેરિફ 25%માંથી ઘટાડીને 15% કર્યો છે, જ્યારે યુરોપે તમામ ટેરિફ શૂન્ય કર્યા છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાના ટેરિફ યથાવત રહેશે. સાથે જ NATO દ્વારા ડિફેન્સ સહકારમાં પણ વધારો થશે, જે યુરોપની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.
આ સમાચાર પણ વાંચો : GST સુધારાના આશાવાદથી સેન્સેક્સ અને નિફ્ટીમાં છઠ્ઠા દિવસે નોંધાઈ આટલી તેજી, જાણો શું કહે છે આંકડા
ટ્રમ્પની “ફેર ટ્રેડ” નીતિની જીત તરીકે રજૂઆત
નાવારોએ જણાવ્યું કે આ કરાર ટ્રમ્પની “ફેર ટ્રેડ” (Fair Trade) નીતિનું પરિણામ છે. “અમે યુરોપ પાસેથી ન્યાયસંગત વ્યવહારની અપેક્ષા રાખી હતી અને હવે તે મળ્યો છે,” એમ તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું કે યુક્રેન યુદ્ધ પછી યુરોપ વધુ સહયોગી બન્યું છે અને આ કરાર એનો સાક્ષી છે.
આર્થિક સાથે જ ભૂ-રાજકીય સફળતા પણ
નાવારોએ આ કરારને માત્ર આર્થિક નહીં પણ ભૂ-રાજકીય દ્રષ્ટિએ પણ સફળતા ગણાવી. “આ કરાર માત્ર વેપાર માટે નહીં, પણ વિશ્વની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે,” એમ તેમણે જણાવ્યું. “ટ્રમ્પે આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાને એકસાથે મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.”