ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 ડિસેમ્બર 2020
ફેસબુકે બજરંગ દળને એક ખતરનાક સંગઠન કહેવાનો ઇનકાર કર્યો છે. જૂન મહિનામાં દિલ્હીની બહાર એક ચર્ચ ઉપર હુમલો થયા બાદ ખ્રિસ્તી સમુદાય દ્વારા આ માંગ કરવામાં આવી હતી.
સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે બજરંગ દળને 'ખતરનાક સંગઠન'માં શામેલ કરવાની ના પાડી હતી, અને કહ્યું હતું કે, ફેસબુક ને ભય છે કે એવું કરવા જતા બજરંગ દલના કાર્યકર્તાઓ ફેસબુક ના કર્મચારીઓ પર હુમલો કરી શકે છે અને ધંધાને પણ અસર કરી શકે છે. આ ખબર અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલમા છાપવામાં આવી છે.
અહેવાલમાં ચર્ચના હુમલાઓનો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે, હુમલાખોરોએ ચર્ચને એક મંદિર હોવાનો દાવો કર્યો છે કે અને હુમલાખોરોએ ચર્ચમાં પ્રતિમા પણ લગાવી દીધી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બજરંગ દળના સભ્યોએ આ હુમલાની જવાબદારી પણ સ્વીકારી છે.
જો કે, આ સંદર્ભે બજરંગ દળના સ્થાપક પ્રમુખ વિનય કટિયાર કે અન્યો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. દરમિયાન, વીએચપીના જનરલ સેક્રેટરીએ એક અખબારને જણાવ્યું હતું કે આ સંસ્થા અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલ સામે કાયદાકીય કાર્યવાહી કરશે.
આઆ સાથે જ વીએચપીના પ્રવક્તાએ પણ ફરિયાદ ના સુરમાં જણાવ્યું હતું કે વોલ સ્ટ્રીટ જર્નલ ભારતને બદનામ કરનારા લોકોના હાથમાં રમી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બજરંગ દળ અને વીએચપી સંઘ પરિવારનો જ ભાગ છે.