વિશ્વના આ  શક્તિશાળી દેશને મંદીનો છે ખતરો- દર મહિને ૧-૭૫ લાખ લોકો બેરોજગાર બનશે- આની ભારત પર શું થશે અસર

by Dr. Mayur Parikh
As Compare to 2020 1.4 cr people have less Employment ,studies revealed

News Continuous Bureau | Mumbai

દુનિયાભરમાં મંદીનો ખતરો(Risk of recession) મંડરાઈ રહ્યો છે અને તેની ઝપેટમાં સૌથી વધારે અમેરિકા(USA) જોવા મળી રહ્યું છે. ૪૦ વર્ષની ઉચ્ચતમ સપાટી પર મોંઘવારી(inflation), વ્યાજ દરમાં(interest rates) સતત વધારો અને બેરોજગારી દર(unemployment rate) ૫૩ વર્ષની નીચલી સપાટી પર આવવા તરફ ઈશારો કરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં ૨.૬૩ લાખ લોકોને નોકરીઓ મળી જે ૧૯૬૯ પછી સૌથી નીચેની સપાટી તરફ છે. એવાામાં હવે બેંક ઓફ અમેરિકાના(Bank of America) રિપોર્ટમાં અત્યંત ડરામણી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તે પ્રમાણે આગામી વર્ષના પહેલા ૬ મહિના એટલે કે જાન્યુઆરી-જૂનમાં અમેરિકા મંદીની ઝપેટમાં આવી શકે છે. જાે આવું થશે તો દેશમાં દર મહિને ૧.૭૫ લાખ લોકો બેરોજગાર(unemployed) બની શકે છે.  

અમેરિકામાં શેરબજારની(Stock market) હલચલ હોય કે બીજો કોઈ મહત્વનો નિર્ણય હોય તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળે છે. ભારતને પણ અમેરિકાની ઉથલપાથલ મોટાપાયે પ્રભાવિત કરે છે. આ સંજોગોમાં મંદીના મારની વચ્ચે જાે અમેરિકામાં આટલા મોટા સ્તરે નોકરીઓ જાય છે તો ભારતીય પ્રોફેશનલ(Indian professional) જે દેશ છોડી ત્યાં નોકરી કરી રહ્યા છે તે પણ મંદીના ઝપેટામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લાખોની સંખ્યામાં ભારતીયો નોકરી કરી રહ્યા છે. આ સ્થિતિ ફક્ત ભારત જ નહીં વિશ્વના બીજા દેશો માટે પણ હેરાનગતિનું કારણ બનશે.  

બેંક ઓફ અમેરિકામાં યૂએસ ઈકોનોમિક્સના(US Economics) હેડ માઈકલ ગેપને આગામી ૧ વર્ષમાં અમેરિકામાં બેરોજગારી દર ૫થી ૫.૫ ટકા થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. આ અનુમાન એટલા માટે ખતરનાક છે. કેમ કે ફેડે પણ આગામી વર્ષે બેરોજગારી દરનું અનુમાન ૪.૪ ટકા લગાવ્યું છે. અમેરિકામાં મોંઘવારીની સ્થિતિ દુનિયાના બીજા વિકસિત દેશોની જેવી જ જાેવા મળી રહી છે. 

અમેરિકામાં ચાર દાયકાના ઉચ્ચતમ સ્તરે પહોંચેલી મોંઘવારીને રોકવા માટે અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ(US central bank Federal Reserve) સતત વ્યાજદરમાં વધારો કરી રહ્યું છે. વ્યાજ દરમાં આ વધારો માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયાભરમાં અસર કરે છે. રોકાણકારોના નિર્ણય રાતોરાત ફેડ રિઝર્વના એક નિર્ણયથી બદલાઈ જાય છે. દુનિયાભરના શેરબજારમાં ઉથલપાથલ મચી જાય છે. જે સ્થિતિ અત્યંત ભયજનક બનાવી શકે છે. અમેરિકામાં લેવાયેલા નિર્ણયની અસર ફક્ત અમેરિકન અર્થતંત્ર પર જ નહીં પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડે છે. 

હાલમાં અમેરિકન અર્થવ્યવસ્થાની વાત કરીએ તો બેન્ક ઓફ અમેરિકાનું કહેવું છે કે વ્યાજદરમાં વૃદ્ધિની અસર ૨૦૨૩ના પ્રારંભથી દેખાવવા લાગશે. પરિસ્થિતિ એટલી ભયાનક થઈ શકે છે કે દર મહિને પોણા બે લાખ લોકો બેરોજગાર થઈ શકે છે. એટલે કે પહેલા ક્વાર્ટરમાં જ પાંચ લાખ લોકો અને સમગ્ર વર્ષમાં ૨૧ લાખ લોકો બેકાર થઈ શકે છે. બેંક ઓફ અમેરિકા અનુસાર ફેડ રિઝર્વ જે પ્રમાણે વ્યાજ દરમાં વધારો કરી રહ્યું છે તેનાથી ટૂંક સમયમાં દરેક સામાનની ડિમાન્ડ ઘટી શકે છે.  

આ સમાચાર પણ વાંચો : યુક્રેન પર પુતિનનો બદલો- યુક્રેનના 12 શહેરો પર એક બે નહીં પણ આટલી બધી મિસાઈલથી કર્યો હુમલો – લાશોના થયાં ઢગલાં 

બેંક ઓફ અમેરિકાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક સમયગાળામા વૈશ્વિક વૃદ્ધિદર ઘટીને અડધો રહી શકે છે. ફેડ રિઝર્વ માટે વ્યાજ દર વધારવા મજબૂરી છે. અર્થતંત્રમાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે તેણે વ્યાજદર વધાર્યા વગર છૂટકો જ નથી, પછી ભલેને તેના લીધે મંદીનું જોખમ આવે. તેના કારણે ૨૦૨૩ની શરૂઆતમાં બિન કૃષિ ક્ષેત્રની નોકરીઓ પર સંકટ વધી શકે છે. તેના પહેલા ક્વાર્ટરમાં કુલ સવા ૫ લાખ લોકો બેરોજગાર બની શકે છે. એટલું જ નહીં આ સિલસિલો ૨૦૨૩માં આખું વર્ષ રહેવાની સંભાવના છે. એટલે લગભગ ૨૧ લાખ લોકો ૨૦૨૩માં પોતાની નોકરી ગુમાવી શકે છે.  

અમેરિકામાં જાે ૪૦ વર્ષની સૌથી વધારે મોંઘવારી છે તો પછી તેને કંટ્રોલ કરવા માટે ફેડ રિઝર્વે પણ વ્યાજ દરમાં છેલ્લા ચાર દાયકામાં સૌથી ઝડપથી વધારો કર્યો છે. ફેડ રિઝર્વના મતે તેમનો ટારગેટ મોંઘવારીને કંટ્રોલ કરવાનો છે. તેની અસરથી અર્થવ્યવસ્થાને મંદીના જાેખમથી બચાવવાની જવાબદારી પણ લેવાની છે. બેંક ઓફ અમેરિકામાં યૂએસ ઈકોનોમિક્સના હેડ માઈકલ ગેપનના મતે લેબર માર્કેટમાં ૬ મહિના સુધી નબળાઈ રહી શકે છે. પરંતુ આ નબળાઈ ૨૦૦૮ કે હાલમાં કોરોના દરમિયાનના ૨૦૨૦માં વધેલી બેરોજગારી જેવી નહીં હોય. જો હજુ બેરોજગારી દરથી ૫.૫ ટકા સુધી પહોંચવાની આશંકા છે તો તેની સરખામણી એપ્રિલ ૨૦૨૦થી કરવા પર ડરનું મોજું થોડુંક ઓછું થઈ જશે. કેમ કે અઢી વર્ષ પહેલાં એપ્રિલ ૨૦૨૦માં અમેરિકામાં બેરોજગારી દર ૧૫ ટકા  પર પહોંચી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના રિટેલરોની વિક્રેતાઓ વિરુદ્વ લાલ આંખ- આ કારણસર મોટો દંડ ફટકારી રહી છે- ભારતમાં આવું ક્યારે થશે

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More