Site icon

Donald Trump 100 Percent Tariff: ડોનાલ્ડ ટ્રમ્પનો ‘દવા બોમ્બ’! વિદેશી દવાઓ પર સીધો ૧૦૦% ટેરિફ, વિશ્વભરની ફાર્મા કંપનીઓમાં મચ્યો ફફડાટ

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું નવું ‘ટેરિફ વોર’; ભારતીય ફાર્મા કંપનીઓ પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ

War or No War Trump's 20-minute address claims victory over Iran but warns of intensified attacks in coming weeks.

War or No War Trump's 20-minute address claims victory over Iran but warns of intensified attacks in coming weeks.

News Continuous Bureau | Mumbai
Donald Trump 100 Percent Tariff અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે કેવો આંચકાજનક નિર્ણય લેશે તે કહેવું મુશ્કેલ છે. એકતરફ અમેરિકા અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ ટ્રમ્પે વેપાર નીતિમાં મોટો ફેરફાર કરીને દુનિયાભરની ફાર્મા કંપનીઓની ઊંઘ ઉડાડી દીધી છે. ટ્રમ્પે વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર ૧૦૦% સુધીનો તોતિંગ ટેરિફ (Tariff) લાદવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વિદેશી કંપનીઓને અમેરિકામાં જ ઉત્પાદન કરવા મજબૂર કરવાનો છે.

અમેરિકાના માર્કેટમાં ટકવું હોય તો ત્યાં જ ઉત્પાદન કરવું પડશે

ડોનાલ્ડ ટ્રમ્પે આકરો દાવ ખેલતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વિદેશી કંપનીએ અમેરિકાના માર્કેટમાં પોતાની દવાઓ વેચવી હશે, તો તેણે તેનું ઉત્પાદન અમેરિકામાં જ કરવું પડશે. માત્ર દવાઓના ભાવ ઘટાડવાથી કામ નહીં ચાલે. જો કોઈ કંપની બીજા દેશમાંથી અમેરિકામાં દવાઓની નિકાસ (Export) કરશે, તો તેણે ૧૦૦ ટકા ટેરિફ ચૂકવવો પડશે. ટ્રમ્પના આ આદેશને કારણે અમેરિકામાં મોટા પાયે દવાઓ નિકાસ કરતી વૈશ્વિક કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

Join Our WhatsApp Community

ભારતીય ફાર્મા સેક્ટર પર સંકટના વાદળો

ભારતીય ફાર્મા કંપનીઓ માટે આ નિર્ણય મોટો ફટકો સાબિત થઈ શકે છે. ભારત દુનિયાભરમાં જેનરિક અને બ્રાન્ડેડ દવાઓનો મોટો નિકાસકાર દેશ છે અને અમેરિકા તેનું મુખ્ય બજાર છે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું હોવાથી ટ્રમ્પ પ્રશાસને પહેલેથી જ કેટલીક પ્રોડક્ટ્સ પર ટેરિફ લગાવ્યા હતા, પરંતુ હવે દવાઓ પર ૧૦૦% ટેરિફ લાદવાની વાતથી ભારતીય ફાર્મા ઉદ્યોગમાં ચિંતા વ્યાપી છે. આ નિર્ણયથી અમેરિકામાં નિકાસ થતા ભારતીય ઉત્પાદનોના ભાવમાં જંગી વધારો થશે.

આ સમાચાર પણ વાંચો : India Russia Oil Deal: દુનિયા જોતી રહી ગઈ અને ભારત-રશિયાએ કરી બતાવ્યું! ઈરાન યુદ્ધ વચ્ચે તેલની ખરીદીમાં રચ્યો નવો ઈતિહાસ

યુદ્ધ અને ઉર્જા સંકટ વચ્ચે ટ્રમ્પનું નવું ‘ટેરિફ વોર’

હાલમાં હોર્મુઝની ખાડી બંધ હોવાને કારણે અને તેલ-ગેસ પ્રોજેક્ટ્સ પર હુમલાને લીધે વિશ્વ ઉર્જા સંકટમાં ફસાયેલું છે. યુદ્ધમાં અપેક્ષિત સફળતા ન મળતા ટ્રમ્પે હવે ફરી એકવાર ટેરિફ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નિષ્ણાતોના મતે, આ એક પ્રકારનું ‘ટેરિફ વોર’ છે જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. ખાસ કરીને જે દેશોની અર્થવ્યવસ્થા ફાર્મા નિકાસ પર નિર્ભર છે, તેમના માટે આગામી સમય ખૂબ જ પડકારજનક બની રહેશે.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Conflict Escalates: ઈરાને અમેરિકાનો ૪૮ કલાકનો યુદ્ધવિરામ પ્રસ્તાવ ઠુકરાવ્યો: આક્રમક રીતે કહ્યું- ‘જંગ હવે અમારી શરતો પર જ અટકશે!
US-Iran Conflict Escalates: તેહરાનનો બહેરીન અને કુવૈત પર હુમલો: અમેરિકાના ૨ ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ ઈરાને મચાવ્યો ખળભળાટ.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Exit mobile version