Site icon News Continuous Bureau | Mumbai

  Hamas leader Yahya Sinwar :  મોતના સોફા પર બેઠો હતો યાહ્યા સિનવાર..  ડ્રોન આવ્યું, ઓળખ કરી અને ખેલ ખતમ… જુઓ હમાસ વડા ની અંતિમ ક્ષણો.. 

 Hamas leader Yahya Sinwar : ઈઝરાયેલના વિદેશ મંત્રીએ પ્રાથમિક ડીએનએ ટેસ્ટના સંદર્ભમાં પુષ્ટિ કરી છે કે હમાસ ચીફ યાહ્યા સિનવારની હત્યા થઈ ગઈ છે. યાહ્યા સિનવારે જ 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલાનો આદેશ આપ્યો હતો. તેણે જણાવ્યું કે સિનવરમાંથી બુલેટપ્રૂફ જેકેટ અને ગ્રેનેડ મળી આવ્યા છે. ફાયરિંગમાં ઘાયલ થયા બાદ સિનવર એકલો જ બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો. અમારા સૈનિકોએ વિસ્તારને સ્કેન કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો, જે તમે અહીં બતાવેલ ફૂટેજમાં જોઈ શકો છો.

Hamas leader Yahya Sinwar Drone captures Yahya Sinwar's final moments Sitting on sofa, covered in dust

Hamas leader Yahya Sinwar Drone captures Yahya Sinwar's final moments Sitting on sofa, covered in dust

 News Continuous Bureau | Mumbai

Hamas leader Yahya Sinwar : હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલનો દુશ્મન નંબર વન માર્યો ગયો. ઈઝરાયલે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા કરી નાખી છે. ઈઝરાયેલમાં નરસંહાર કરનારા યાહ્યા સિનવાર ભલે મૃત્યુ પામ્યા હોય, પરંતુ છેલ્લા શ્વાસ સુધી ઈઝરાયલી સૈનિકો સામે લડતા રહ્યા હતા. જેનો વીડિયો હવે સામે આવ્યો છે. 

Join Our WhatsApp Channel

Hamas leader Yahya Sinwar : હમાસ ચીફનો જમણો હાથ ખરાબ રીતે ઘાયલ

આ વીડિયોમાં યાહ્યા સિનવાર ગાઝાના એક બરબાદ થયેલા એપાર્ટમેન્ટમાં ‘સોફા પર ઘાયલ’ બેઠો જોવા મળે છે. બોમ્બ ધડાકા અને તોપમારાથી એપાર્ટમેન્ટની દિવાલોને નુકસાન થયું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હમાસ ચીફનો જમણો હાથ ખરાબ રીતે ઘાયલ છે અને તે સોફા પરથી ખસી પણ શકતો નથી. ડ્રોન જોઈને સિનવાર મૌન રહે છે. થોડીવાર બેસી રહ્યા પછી, તે ડ્રોન નજીક આવવાની રાહ જુએ છે.

Hamas leader Yahya Sinwar : ઇઝરાયલે આ રીતે કરી હત્યા  

આ પછી તે ડાબા હાથથી ડ્રોન તરફ લાકડી ફેંકે છે. તેના જમણા હાથમાં ઈજા થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમાં કોઈ હિલચાલ દેખાતી નથી. લાકડી ડ્રોન તરફ આવે છે પરંતુ ડ્રોન ઓપરેટર ડ્રોનને બીજી દિશામાં લઈ જઈને લાકડીથી બચાવે છે. આ પછી ડ્રોન ત્યાંથી ખસી જાય છે. ત્યારબાદ ઈઝરાયલી દળો ઈમારત પર ટેન્કમાંથી શેલ છોડે છે અને તેની હત્યા કરી નાખે છે. જેની પાછળથી પુષ્ટિ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Israel-Hamas War: ઈઝરાયલ તૂટી પડ્યું, હવે હમાસ ચીફ સીનવારને માર્યો ઠાર ; 3 મહિનામાં 3 મોટા દુશ્મનોનો કર્યો ખાત્મો..

Hamas leader Yahya Sinwar : આ યુદ્ધના અંતની શરૂઆત

ઇઝરાયેલ એક વર્ષથી દાવો કરી રહ્યું હતું કે સિનવાર બંધકો સાથે ટનલોમાં છુપાયેલો છે. પરંતુ જ્યારે તે ઈઝરાયેલી દળોનો સામનો થયો ત્યારે તે એક બિલ્ડિંગમાં હતો. ઘાયલ થયા બાદ સિનવાર ભાગી ગયો અને બીજી બિલ્ડિંગમાં છુપાઈ ગયો. ઈઝરાયેલની સેનાએ તેને શોધવાનું શરૂ કર્યું. સિનવર ક્ષતિગ્રસ્ત ઈમારતના બીજા માળે બેઠેલો જોવા મળ્યો હતો. હાલમાં હમાસે સિનવાર પર હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. સાથે જ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે આ યુદ્ધના અંતની શરૂઆત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

US Strategy To Seize Kharg Island Iran ઈરાનની આર્થિક કરોડરજ્જુ પર ટ્રમ્પની નજર ૯૦% તેલ નિકાસના કેન્દ્ર ‘આ’ ટાપુ પર કબજાની ધમકી
Trump Canada Tariff 100 Year Old Law કેનેડા પર ટ્રમ્પનો પ્રહાર ૫૦ ટકા વધારાનો ટેરિફ ઝીંકી ૧૦૦ વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો, વૈશ્વિક વેપાર યુદ્ધ તીવ્ર બન્યું
Middle East War Petro Gas Prices દરિયાઈ નાકાબંધીથી ગ્લોબલ ક્રૂડ માર્કેટ ડામાડોળ, સાઉદીના રૂટ સીલ થતાં કાચા તેલમાં ભડકો, ભારતમાં ઈંધણના ભાવ વધવાની ભીતિ
Iran US War Pakistan ઈરાનઅમેરિકા જંગ મધ્યસ્થી બનવા ગયેલું પાકિસ્તાન પોતે જ ‘બલિનો બકરો’ બન્યું, MoU પણ રદ્દી કાગળ સાબિત થયો!
Exit mobile version