News Continuous Bureau | Mumbai
Hardeep Singh Nijjar : પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને પૂછ્યું છે કે જો અમેરિકાએ બે આતંકવાદીઓ ઓસામા બિન લાદેન અને કાસિમ સુલેમાનીને બીજા દેશમાં માર્યા હોય અને ભારતે કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી હોય તો શું ખોટું છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને કારણે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં જે તણાવ પેદા થયો છે તેના કારણે અમેરિકાના વિદેશ મંત્રી એન્થની બ્લિંકને ભારતને મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ કર્યો હતો; પરંતુ પેન્ટાગોનના એક અધિકારીએ અમેરિકાને તેની સામે ચેતવણી આપી છે.
માઈકલ રુબિને ઉમેર્યું હતું કે, અમેરિકી વહીવટીતંત્ર જે આંતરરાષ્ટ્રીય દમનની વાત કરી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય આતંકવાદ છે. હરદીપ સિંહ નિજ્જર કોઈ સામાન્ય પ્લમ્બર ન હતા. તેના હાથ સેંકડો નિર્દોષોના લોહીથી રંગાયેલા હતા. અમેરિકાએ ઈરાક યુદ્ધમાં જે રીતે ઓસામા બિન લાદેન અને સુલેમાન કાસિમ સુલેમાનને અન્ય દેશોમાં જઈ માર્યા હતા તેવી જ રીતે ભારતે કેનેડા જઈને હરદીપ સિંહ નિજ્જરને માર્યો તો એમાં ખોટું શું છે?
કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી..
આ વર્ષે માર્ચમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને 2 અજાણ્યા બંદૂકધારીઓએ સરેમાં ગુરુદ્વારાના પાર્કિંગની નજીક ગોળી મારી હતી. તેની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ કેનેડા, લંડન અને યુએસ સહિત અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો કર્યા અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. કેનેડાએ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદ (હાઉસ ઓફ કોમન્સ)માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, “કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિકોની તપાસ કરી રહી છે. અમે હત્યામાં હરદીપ સિંહ નિજ્જરની સંડોવણી અંગે સક્રિયપણે તપાસ કરી રહ્યા છીએ. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અન્ય કોઈ દેશ અથવા વિદેશી સરકારની ભાગીદારી સહન કરવામાં આવશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Khalistan Terrorism: ખાલિસ્તાની આતંકવાદી પન્નું સામે NIAની લાલ આંખ, આટલા કરોડની સંપતિ કરી જપ્ત.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..વાંચો વિગતે અહીં