ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 એપ્રિલ 2021
ગુરૂવાર
ચાલુ વર્ષે ગરમીનો એક જોરદાર મોજુ આવવાનું છે. હીટ વેવ વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિક નરેશકુમાર એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે પાકિસ્તાનની ગરમ હવા ઓ આગામી દિવસોમાં ભારતમાં પ્રવેશસે. અત્યારે પાકિસ્તાનની અનેક જગ્યાએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.
અહીંથી પેદા થનાર ગરમ પવન રાજસ્થાન માં પ્રવેશ્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં ફેલાશે. આ ગરમી મેદાની પ્રદેશમાં ફરી વળશે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ નો વિસ્તાર, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, દિલ્હી અને બિહારના અમુક વિસ્તારોમાં ગરમી સામાન્ય કરતાં વધુ રહેશે.
વૈજ્ઞાનિકોએ ત્રીજી એપ્રિલ દરમિયાન આ હીટ વેવ આવવાની આગાહી વ્યક્ત કરી છે.
