Hormuz Strait Toll: ક્રિપ્ટોકરન્સીનો તેલમાં પ્રવેશ! ઈરાને હોર્મુઝ પસાર કરવા માટે બિટકોઈન પેમેન્ટ કર્યું ફરજિયાત, જાણો શું છે નવો નિયમ

Hormuz Strait Toll: હોર્મુઝની સામુદ્રધૂનીમાંથી પસાર થતા તેલ ટેન્કરો પાસેથી ઈરાન ‘ક્રિપ્ટોકરન્સી’ માં ટેક્સ વસૂલશે; પરવાનગી વગર પસાર થતા જહાજો પર હુમલાની ચેતવણી.

by Akash Rajbhar
Hormuz Strait Toll Iran sets new rules demands $1 per barrel in Bitcoin from oil tankers.

News Continuous Bureau | Mumbai

અમેરિકા સાથે થયેલા સીઝફાયર વચ્ચે ઈરાન દુનિયાના સૌથી મહત્વના તેલ પરિવહન માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર પોતાનો દબદબો જાળવી રાખવા નવા દાવ ખેલી રહ્યું છે. તેહરાને આ માર્ગ પરથી પસાર થતા તેલ ટેન્કરો પર ૧ ડોલર પ્રતિ બેરલનો ‘ટોલ’ વસૂલવાની યોજના બનાવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઈરાને આ પેમેન્ટ માત્ર ‘બિટકોઈન’ જેવી ક્રિપ્ટોકરન્સીમાં જ સ્વીકારવાની શરત રાખી છે.ઈરાનના તેલ અને ગેસ નિકાસ સંઘના જણાવ્યા મુજબ, હવે આ માર્ગ પરથી પસાર થતા દરેક જહાજની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ઈરાની અધિકારીઓનો તર્ક છે કે તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે કે સીઝફાયરના સમયનો ઉપયોગ હથિયારોની હેરફેર માટે ન થાય. આ નવા નિયમને કારણે હાલમાં પર્શિયન ગલ્ફમાં અંદાજે 400 જેટલા જહાજો ફસાયેલા છે.

ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ અને કડક તપાસ

ઈરાનના નવા પ્લાન મુજબ, દરેક ટેન્કરે પહેલા ઈમેલ દ્વારા પોતાના સામાનની વિગત મોકલવી પડશે. ત્યારબાદ અધિકારીઓ ટોલની ગણતરી કરશે અને તે રકમ ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવવા માટે ખૂબ જ ઓછો સમય આપવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય અને ટોલ નહીં ભરાય ત્યાં સુધી જહાજને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : US-Iran Ceasefire: જૂઠાણું પકડાયું! જેડી વેન્સે પાકિસ્તાની પીએમના દાવાને ફગાવતા સીઝફાયરની શરતો પર સર્જાયો મોટો વિવાદ 

સમદ્રમાં ‘પાર્કિંગ લોટ’ જેવી સ્થિતિ

ઈરાનની આ સખ્તાઈને કારણે સમુદ્રમાં હજારો બેરલ તેલ લઈને ઉભેલા જહાજોની લાંબી કતારો લાગી છે. જહાજોને સતત રેડિયો પર ચેતવણી આપવામાં આવી રહી છે કે જો કોઈ પણ જહાજ પરવાનગી વગર કે ટોલ આપ્યા વગર નીકળવાનો પ્રયાસ કરશે તો તેના પર હુમલો કરવામાં આવશે. મોટી શિપિંગ કંપનીઓ જેવી કે ‘મર્સ્ક’ (Maersk) અત્યારે ‘વેટ એન્ડ વોચ’ ની સ્થિતિમાં છે.

ટ્રમ્પનો જવાબ અને આંતરરાષ્ટ્રીય વિરોધ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન આ રસ્તો સંપૂર્ણ અને સુરક્ષિત રીતે ખુલ્લો નહીં રાખે તો કોઈ પણ શાંતિ સમજૂતી ટકશે નહીં. બીજી તરફ, ઓમાન જેવા પડોશી દેશોએ ઈરાનના આ ટોલ આઈડિયાને ગેરકાયદે ગણાવ્યો છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ, આવા દરિયાઈ માર્ગો પર કોઈ દેશ ટેક્સ વસૂલી શકતો નથી. હવે જોવાનું એ રહેશે કે વૈશ્વિક દબાણ સામે ઈરાન નમશે કે નહીં.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More