હવે એક બે નહીં પૂરેપૂરી છ પદ્ધતિથી કોરોનાનું પરીક્ષણ થઈ શકશે. જાણો વિગત…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 29 એપ્રિલ 2021.
 ગુરુવાર.
     ભારત દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.ગયા અઠવાડિયાથી દરરોજ ત્રણ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. એન્ટિજેન અને આરટી-પીસીઆર ટેસ્ટ પછી આવતા રિપોર્ટમાં મોટો તફાવત જણાય છે. લક્ષણો હોવા છતાં, ઘણા રિપોર્ટ નેગેટિવ આવે છે. જયારે લક્ષણો વિનાનાના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.


     આ પૃષ્ઠભૂમિ સાથે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ ભારતમાં કોરોના પરીક્ષણ માટેની છ નવી પ્રક્રિયાઓને મંજૂરી આપી છે. હવેથી, એન્ટિજેન ,આરટી-પીસીઆર,ઉપરાંત 6 વધુ કિટનો ઉપયોગ કોરોના પરીક્ષણ માટે કરવામાં આવશે. જુદા જુદા દેશોમાં કોરોના પરીક્ષણ માટે વપરાટી કીટનો  ઉપયોગ હવે ભારતમાં પણ કરવામાં આવશે. આ કીટના વપરાશમાટે કોઈ વેલિડિટી સમય નથી.  દેશમાં કોરોના પરીક્ષણ કીટનો  વધારો કરવા અને નવા કોરોના કેસોના પરીક્ષણને ઝડપી બનાવવાના લક્ષ્યાંક સાથે આ પગલું ભરવામાં આવ્યું છે.આઇસીએમઆરના આ નિર્ણયથી યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા,ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને વિશ્વ આરોગ્ય સંગઠનની સૂચિ દ્વારા ઘણા વૈશ્વિક સંગઠનોને લાભ થશે. 

પહેલા કુંભમેળો જલ્દી પતાવવામાં આવ્યો હવે ચારધામ યાત્રા સંદર્ભે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો..
            ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) ને ડાયરેક્ટ માર્કેટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ઇમરજન્સી સૂચિમાં કોરિયા, જાપાન, ઑસ્ટ્રેલિયા , બ્રાઝિલ, યુરોપિયન યુનિયન અને વિશ્વ આરોગ્ય સંગઠનની એજન્સીઓ શામેલ છે. તે બધાને ભારતની કીટની માન્યતા માટે કોઈ પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More