ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કોરોના વાયરસ અને મંદી સામે ઝઝૂમી રહેલા દુનિયાના ગરીબ દેશોને 650 અબજ ડોલરની મદદ કરવા માટે લીલી ઝંડી આપી છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના કહેવા પ્રમાણે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને તેના કારણે અભૂતપૂર્વ સંકટ સામે ઝઝૂમી રહેલી દુનિયાની ઈકોનોમીને મદદ મળશે.
ખાસ કરીને ગરીબ દેશોને કોરોનાની સામે લડવા માટે આ રકમ ઉપયોગી બનશે. 23 ઓગસ્ટથી તેના પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું કે, દુનિયાના સૌથી ગરીબ દેશોને 275 અબજ ડોલર આપવામાં આવશે. ધનિક દેશો સ્વેચ્છાએ ગરીબ દેશોને મદદ કરી શકે છે
ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભંડોળમાં વધારો કરવા માટે ટ્રમ્પ સરકારે ઈનકાર કરી દીધો હતો પણ અમેરિકામાં બાઈડન સરકારે તેનું સમર્થન કર્યુ હતુ.
