ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
પૈસા માટે માણસ બીજાની હત્યા કરતા અચકાતો નથી. પંરતુ હંગેરીમાં તો એક યુવકે પૈસા માટે પોતાનો જ જીવ જોખમમાં મુકીને પૂરઝડપે દોડતી ટ્રેન સામે પોતાના પગ કપાવી નાખ્યા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. લગભગ 2.4 મિલિયન પાઉન્ડ (20 કરોડ રૂપિયા)નો ઈન્શ્યોરન્સ મેળવવા માટે પોતાના પગ કપાવી નાખ્યા હતા. પરંતુ પૈસા મળવાને બદલે ઉલટાનું કોર્ટે તેને જબરો દંડ ફટકાર્યો હતો.
હંગેરીના નિર્કસાસઝારી ગામમાં આ ઘટના બની હતી. જેમાં ર્સંર્ડોર પગ ઘૂંટણથી નીચે કપાવી નાખવા પડયા હોઈ તે હવે વ્હીલચેર પર છે. સાત વર્ષ પહેલા ર્સંર્ડોરના પગ કપાઈ ગયા હતા. આ પ્રકરણ જયારે કોર્ટમાં ગયું ત્યારે પોલીસને એક્સિડન્ટને લઈને અમુક શંકા થઈ હતી. એક્સિડન્ટ જે વર્ષે થયું ત્યારે ર્સંર્ડોરે 14 ઈન્શ્યોરન્સ પોલીસી લીધી હતી. આ પોલિસી લીધા બાદ તેમાં નાખેલા પૈસા કરતા વધુ પૈસા મળશે એવી આશાએ તેણે આ યુક્તિ કરી હોવાનો દાવો વીમા કંપની દ્વારા કરવામાં આવ્યો હતો.
ર્સંર્ડોરના એક્સિડન્ટ બાદ તેની પત્નીએ વીમાની રકમ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. જેમા વીમા કંપનીને તપાસ દરમિયાન ર્સંર્ડોરના કાવતરું રચ્યું હોવાની શંકા જતા ઈન્શયોરન્સના પૈસા આપવાનો ઈન્કાર કર્યો હતો. ર્સંર્ડોરે દાવો કર્યો હતો કે કાચના તુકડા પર પગ જતા તે બેલેન્સ ખોઈ બેઠો હતો અને રેલવે ટ્રેક પર પડયો હતો. બરોબર તે સમયે ટ્રેન આવી હતી જે તેના પગ પરથી પસાર થઈ હતી. વીમા કંપનીની સાથે જ કોર્ટને તેની વાત પટી નહોતી. કોર્ટે તેને 9 નવેમ્બરના પોતાનો આદેશ આપ્યો હતો, જેમાં જેલની સજા સહિત 4,71,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કોર્ટના આદેશથી તે નિરાશ થઈ ગયો હતો અને હવે તેણે વીમા કંપનીને પાઠ ભણાવવા મટે કાયદાનો અભ્યાસ કરવાનું ચાલુ કરી દીધું છે. આ શિક્ષણ લઈને તે ગ્રાહકોને મુર્ખ બનાવનારી ઈનશ્યોરન્સ કંપનીને પાઠ ભણાવશે એવો તેણે દાવો કર્યો છે.