ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર, 2021
શનિવાર
ચીન ની કોરોના રસીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ચીનની રસી સિનોવાક નિષ્પ્રાણ સાબિત થઈ છે.
મલેશિયામાં 1 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર 2021 વચ્ચે કોરોનાથી 7636 મૃત્યુ થયા હતા. તેમાંથી 2159 એવા હતા કે બંને ડોઝ આપ્યાને 14 દિવસ થયા હતા.
આશ્ચર્યની વાત એ છે કે આમાંથી 1573 એટલે કે 72.8% એવા હતા જેમને ચીનની સિનોવાક રસી અપાઈ હતી.
મલેશિયામાં જીવ ગુમાવનારા 7636 દર્દીઓમાંથી 4076ને રસી મળી ન હતી. 1401 બીજો ડોઝ આપવાનો બાકી હતો.
બંને ડોઝ લીધા પછી મૃત્યુ પામેલા 75% લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. 94% લોકો એવા હતા જેમને એક કરતા વધુ બીમારીઓ હતી.
ફાઈઝરના એક ડોઝ પછી કોરોનાથી 550 મૃત્યુ (25.5%) અને એસ્ટ્રાઝેનેકાના સંપૂર્ણ ડોઝ પછી કોરોનાથી 36 મૃત્યુ (1.7%) થયા હતા.
ઉલ્લેખનીય છે કે ચીને ચારેય ક્ષેત્રો (એશિયા પેસિફિક, યુરોપ, લેટિન અમેરિકા, આફ્રિકા)ના 113 દેશોને કોરોનાની રસી આપી છે.
સાવચેત રહેજો! યુરોપ બન્યું કોરોના મહામારીનું કેન્દ્ર, આ દેશોમાં ફરી લોકડાઉનની વિચારણા, જાણો વિગતે