News Continuous Bureau | Mumbai
Aishwarya Majumdar PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વૉડ દેશોની બેઠકમાં હાજરી આપવા ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા છે. સમગ્ર દુનિયાની નજર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગતિવિધિ પર છે. અમેરિકાની ત્રિદિવસીય મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ન્યૂ યોર્કના ( PM Modi US ) લૉંગ આઇલૅન્ડ સ્થિત નાસાઉ કૉલિજિયમ ખાતે અમેરિકામાં વસતા ભારતીય નાગરિકોને સંબોધ્યા હતા. અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી પંદર હજારથી વધુ ભારતીય મૂળના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) કાર્યક્રમ સ્થળે પહોંચ્યા એ અગાઉ ભારતીય કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ રાજ્યોના પાંચસો કરતા વધુ કલાકારોએ ભારતીય લોકગીતો પર આધારિત નૃત્યો રજૂ કર્યા હતા. જોકે કાર્યક્રમનું આકર્ષણ બની હતી ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદાર.
The stage is set.
Looking forward to PM @narendramodi’s address soon at Nasseu Coliseum, New York. #Modi&US pic.twitter.com/R050U1zdkm
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 22, 2024
અમેરિકામાં નવરાત્રિની ઉજવણી માટે ગયેલી ઐશ્વર્યા ( Aishwarya Majumdar ) ત્યારે સાતમા આસમાનમાં વિહરવા લાગી જ્યારે દેશના વડા પ્રધાનના ઇન્ડિયન ડાયસ્પોરાના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવાનું આમંત્રણ મળ્યું. હજારો લોકોની ઉપસ્થિતિમાં પર્ફોર્મ કરવું ઐશ્વર્યા માટે કોઈ મોટી વાત નહોતી. પણ ભારતના વડા પ્રધાન ઉપસ્થિત રહેવાના હોય અને પંદર હજાર કરતા વધુ ભારતીયોની હાજરી હોય એ કાર્યક્રમમાં ગરબાની સાથે રાષ્ટ્રગીત રજૂ કરવું એ મારા જીવનની સૌથી ગર્વની ઘડી હતી, એમ ઐશ્વર્યાએ જણાવ્યું હતું.

In the presence of PM Narendra Modi in America, Aishwarya Majumdar also sang the National Anthem after chanting Garba.
ઐશ્વર્યા મજુમદાર હાલ અમેરિકામાં છે અને ત્યાં વસતા ગુજરાતીઓ દ્વારા આયોજિત નવરાત્રિ ( Navratri ) ઉત્સવમાં પર્ફોર્મ કરી રહી છે. આપણે ત્યાં ગુજરાતીઓના માનીતા નોરતાની શરૂઆત હિન્દુ પંચાંગ મુજબ ભલે દસેક દિવસ બાદ થવાની હોય. પરંતુ અમેરિકામાં તો રાસ-ગરબાની રમઝટ એ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. જોકે આજે વિશ્વના તમામ ખૂણે ગુજરાતીઓ રહેતા હોવાથી નવરાત્રિ એક ગ્લોબલ ધાર્મિક ઉત્સવ બની ગયો છે. ભારતમાં નવરાત્રિ ભલે નવ દિવસ ઉજવાતી હોય પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ સતત નવ દિવસ નવરાત્રિની ઉજવણી કરી શકતા નથી. એટલે તેઓ જૂનથી ઓક્ટોબર મહિના સુધી દર શનિવાર-રવિવારે ગરબાનું આયોજન કરતા હોય છે.
#ગુજરાતની વિખ્યાત #ગાયિકા #ઐશ્વર્યામજમુદારની યશકલગીમાં ઓર એક પીછું ઉમેરાયું, USમાં PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઐશ્વર્યાએ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ રાષ્ટ્રગીત પણ ગાયું.. #AishwaryaMajumdar #PMModiUSVisit #PMNarendraModi #USA #PMModi #PMModiInNewYork #PMModiInUS #newscontinuous pic.twitter.com/ZgIAgtkDBr
— news continuous (@NewsContinuous) September 24, 2024
આ સમાચાર પણ વાંચો : Badlapur Rape Case:બદલાપુર બાળકીઓનો દુષ્કર્મી અક્ષય શિંદે એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસ રિવોલ્વરથી કર્યું ફાયરિંગ; વિપક્ષે ઉઠાવ્યા સવાલ..
વિદેશમાં નવરાત્રિની ઉજવણીને લોકપ્રિય બનાવવામાં મોટો ફાળો ગાયકોનો છે. આવી જ એક ગુજરાતની વિશ્વવિખ્યાત કોકિલકંઠી ગાયિકા ઐશ્વર્યા મજુમદાર. હાલ અમેરિકામાં વસતા ગુજરાતીઓ ઐશ્વર્યાના ગરબાના તાલે ગરબે ઝૂમી રહ્યા છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)