News Continuous Bureau | Mumbai
આર્થિક(Financially) રીતે બેહાલ બની ગયેલા શ્રીલંકાને(Srilanka) ભારતે ફરી મદદ કરી છે.ભારતે(India) શ્રીલંકાને ઓઈલ ઈમ્પોર્ટ(Oil import) કરવા માટે વધારાના 50 કરોડ ડોલરની લોનની(Loan) સુવિધા મંજૂર કરી છે.
શ્રીલંકા માટે આ પેકેજ મહત્વનું છે કારણ કે હાલમાં તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) પાસે બેલ આઉટ પેકેજ(Bell out package) માંગી રહ્યુ છે. જેમાં સમય લાગે તેમ છે
આ પેકેજ મળે ત્યાં સુધીમાં ફ્યુલ ઈમ્પોર્ટ(Fuel import) કરવા માટે શ્રીલંકાને ભારતે કરેલી નાણાકીય મદદ(Fiancial help) કામ લાગશે.
શ્રીલંકા પોતાનુ દેવુ અને આયાત થતી વસ્તુઓનુ પેમેન્ટ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યુ છે. જેના કારણે મોંઘવારીમાં(Inflation) પણ ઉછાળો આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાએ આગામી પાંચ વર્ષમાં 25 અબજ ડોલરનુ દેવુ ચુકવવાનુ છે. જેમાંથી સાત અબજ ડોલર તો તેણે આ વર્ષે જ આપવાના થાય છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો, આ પાડોશી દેશમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પર લાગ્યો પ્રતિબંધ; જાણો શું છે કારણ