Site icon

India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર

India-China : અમેરિકાના આક્રમક ટેરિફ સામે ભારત અને ચીન એક થઈ રહ્યા છે. બંને દેશો મળીને એક નવી પેમેન્ટ સિસ્ટમ પર કામ કરી રહ્યા છે, જે ડોલરની જગ્યાએ વાપરી શકાય.

India-China: New Payment System to Challenge the Dollar

India-China: New Payment System to Challenge the Dollar

News Continuous Bureau | Mumbai
India-China:ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ બંને દેશો એક થઈને અમેરિકાને જવાબ આપવાની તૈયારીમાં છે. આ બંને દેશો પાછળ નું બધું ભૂલીને વેપાર માટે એક નવી પેમેન્ટ સિસ્ટમ લાવવાનું વિચારી રહ્યા છે, જે ડોલર પરની નિર્ભરતા ઘટાડી શકે છે. આ પગલાથી અમેરિકાને મોટો ઝટકો લાગી શકે છે.

અમેરિકાના ટેરિફનો જવાબ

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રવાસે જઈને તિયાનજિનમાં SCO સમિટમાં (SCO summit) ભાગ લીધો હતો. આ સમિટમાં પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ , અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક સાથે જોવા મળ્યા હતા, જે એક મજબૂત સંકેત હતો. આ સમિટ દરમિયાન, ત્રણેય દેશો વચ્ચે વેપાર સંબંધોને મજબૂત બનાવવા અને ખાસ કરીને એક નવી વેપારી પેમેન્ટ સિસ્ટમ પર ચર્ચા થઈ હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય

નવી પેમેન્ટ સિસ્ટમની જરૂરિયાત

મીડિયા રિપોર્ટ અનુસાર, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મત્તેઓ માજિયોરીએ જણાવ્યું કે શક્તિશાળી દેશો હવે વેપાર અને ફાઇનાન્સિયલ સિસ્ટમને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ચીન દુર્લભ ખનિજો પર નિયંત્રણ રાખે છે, જ્યારે અમેરિકા વૈશ્વિક નાણાકીય પ્રણાલીનો ઉપયોગ કરે છે. આ દબાણ ઘટાડવા માટે ભારત અને ચીન જેવા દેશો વૈકલ્પિક પેમેન્ટ સિસ્ટમ બનાવી રહ્યા છે, જેથી તેઓ પોતાનો પ્રભાવ વધારી શકે.

અમેરિકાને મોટો ફટકો

અમેરિકાએ ભારત અને ચીન બંને પર આક્રમક ટેરિફ લગાવ્યા છે. જો હવે ભારત અને ચીન ડોલરના બદલે એક નવી પેમેન્ટ સિસ્ટમ લાવે છે, તો તેનાથી અમેરિકાને મોટો આર્થિક ફટકો લાગી શકે છે. અત્યાર સુધી, મોટાભાગના દેશો આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડોલરનો ઉપયોગ કરતા હતા, પરંતુ આ નવી સિસ્ટમથી ડોલરની વૈશ્વિક માંગમાં ઘટાડો થઈ શકે છે.

IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
Putin Dinner: પુતિને ભારતીય ડિનરમાં શું ખાધું? ઝોલ મોમો અને દાળ તડકા સહિત જુઓ રાત્રિભોજન પાર્ટીનું પૂરું મેનૂ
Russia Sanctions: પુતિન ભારતથી પરત ફરતા જ યુરોપ અને G7 દેશોએ રશિયા વિરુદ્ધ ‘મહાસાજિશ’ રચવાની શરૂઆત કરી, શું વૈશ્વિક ઊર્જા બજારમાં કોઈ મોટો વિસ્ફોટ થશે?
Putin: જાણો પુતિન સ્માર્ટફોન અને ઇન્ટરનેટથી કેમ દૂર રહે છે? રશિયન રાષ્ટ્રપતિએ પોતે કર્યો મોટો ખુલાસો!
Exit mobile version