News Continuous Bureau | Mumbai
ફ્રાન્સના(France) વિદેશ મંત્રી કેથરીન કોલોના(Minister of Foreign Affairs Catherine Colonna) બુધવારે તેમના પહેલા ભારત પ્રવાસે(India Visit) આવશે. પરંતુ આ પ્રવાસના થોડાં સમય પહેલાં UNSCમાં ફ્રાન્સે આતંકવાદ મુદ્દે(terrorism issue) ભારતનો સાથ આપ્યો છે. ફ્રાન્સે પાકિસ્તાન(Pakistan) સ્થિત જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed) આતંકવાદીના મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીર(Mohiuddin Aurangzeb Alamgir) અને અલી કાશિફ જાનને(To Ali Kashif Jan) UNSC ૧૨૬૭ પ્રતિબંધ સમિતિ દ્વારા વૈશ્વિક આતંકવાદી(Global terrorist) ઘોષિત કરવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. મંત્રીના તરીકે પોતાના પહેલા પ્રવાસે કોલોના ૧૪થી ૧૫ સપ્ટેમ્બરે દિલ્હીમાં રહેશે અને દેશના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે.
એક રિપોર્ટ અનુસાર, ઔરંગઝેબ આલમગીર (Aurangzeb Alamgir) ૨૦૧૯ પુલવામાં હુમલામાં જૈશ-એ-મોહમ્મદ તરફથી મુખ્ય કડી હતો. આ મામલે જાણકાર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઔરંગઝેબ આલમગીર ઉર્ફે મુજાહિદ ભાઈ અને અલી કાશિફ જાન ઉર્ફે જાન અલી કાશિફને ૧૨ એપ્રિલે ગૃહ મંત્રાલયે યૂએપીએ હેઠળ આતંકવાદી ઘોષિત કર્યા હતા. પાકિસ્તાનના બહાવલપુરમાં રહેનારા આલમગીર ૨૦૧૯મા પુલવામા આતંકી હુમલામાં માસ્ટરમાઈન્ડ હતો. આલમગીર ફંડ એકઠું કરવાનો અને ઘૂસણખોરીનો કમાન્ડર હતો. ૨૦૧૯માં પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે, આલમગીર જમ્મૂ-કશ્મીરમાં અફઘાન આતંકવાદીઓની ઘૂસણખોરીની સાથે-સાથે ખીણમાં આતંકી હુમલાઓ માટે પણ જવાબદાર છે.
આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન- તસવીરમાં દેખાતી આ ક્યૂટ છોકરી છે સાઉથથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં લોકપ્રિય -જાણો તે અભિનેત્રી વિશે
અધિકારીઓએ આતંકી કાશિફના વિશે જણાવતા કહ્યુ હતુ કે, ખૈબર પખ્તૂનખ્વાના ચરસદ્દાનો રહેનાર કાશિફ જાન ઓપરેશનલ કમાન્ડર(Kashif Jan Operational Commander) છે અને મસૂદ અઝહર એલ્વી ફેમિલી એન્ટરપ્રાઈઝ (Masood Azhar Alvi Family Enterprise) દ્વારા સંચાલિત બહાવલપુરમાં સ્થિત જૈશ સમૂહની મુખ્ય પ્લાનિંગ કમિટીનો સદસ્ય પણ છે. કાશિફ ૨૦૧૬માં પઠાનકોટ વાયુ સેના સ્ટેશન હુમલામાં સામેલ આતંકવાદીઓનો હેન્ડલર હતો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ હેઠળ કેટલાય કેસોમાં મુખ્ય આરોપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જૈશના પ્રમુખ કમાન્ડરોમાંથી એક કાશિફ, જમ્મૂમાં સીમા રેખાની પાર આતંકી સંગઠનને સંચાલિત કરતો હતો. ઉપરાંત તે પાકિસ્તાની સેનાના કવર ફાયરની હેઠળ ભારતમાં ઘૂસણખોરોને મોકલવા માટે કાવતરાં ઘડતો હતો.