News Continuous Bureau | Mumbai
શ્રીલંકાની(Srilanka) વણસતી સ્થિતિ પર તેના પાડોશી દેશ ભારતે તેનું સમર્થન કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે(Indian Ministry of External Affairs) નિવેદન જાહેર કર્યું છે, અમે તે પડકારોથી અવગત છે જેનો શ્રીલંકા અને તેના લોકો સામનો કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કેન અમે આ મુશ્કેલ સમયમાં શ્રીલંકાના લોકોની સાથે ઉભા છીએ. ભારતે આ વર્ષે શ્રીલંકામાં ગંભીર આર્થિક સ્થિતિને(Economic conditions) સુધારવા માટે ૩.૮ બિલિયન અમેરિકન ડોલરથી(Billion US dollars) વધુનું અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે પડોશી દેશ શ્રીલંકાની ખરાબ સ્થિતિમાં અમે તેની સાથે ઉભા છીએ.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આવી મુસીબતની સ્થિતિમાં શ્રીલંકના લોકો સાથે ઉભા છીએ. તે લોકતાંત્રિક સાધનો(Democratic tools) અને મૂલ્યો, સ્થાપિત સંસ્થાનો(Established organizations) અને સંવૈધાનિક માળખાના(constitutional framework) માધ્યમથી સમૃદ્ધિ અને પ્રગતિ માટે પોતાની આકાંક્ષાઓને સાકાર કરવા માંગીએ છીએ. ભારતે આ વર્ષે શ્રીલંકામાં ગંભીર આર્થિક સ્થિતિને સુધારવા માટે ૩.૮ બિલિયન અમેરિકી ડોલરથી વધુનું સમર્થન આપ્યું છે. અમે શ્રીલંકામાં હાલના ઘટનાક્રમો પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં ફરી સંકટ- ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે PM રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપ્યું- જાણો હવે કોણ બનશે દેશના આગામી રાષ્ટ્રપતિ
શ્રીલંકાની સ્થિતિ પર મીડિયા સાથે વાતચીત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ(Arindam Bagchi) જણાવ્યું કે 'ભારત શ્રીલંકાના નજીકના પડોશી છે અને બંને દેશને ગાઢ સભ્યતાના બંધનમાં બંધાયેલા છે. બાગચીએ જણાવ્યું કે અમે તે ઘણા પડકારોથી અવગત છે જે શ્રીલંકા અને તેમના લોકોનો સામનો કરી રહ્યા છે, અને અમે શ્રીલંકા લોકો સાથે ઉભા છે કારણ કે તેમણે આ કઠિન સમયગાળાને પાર કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીલંકાએ આપણા પડોશની પહેલી નીતિમાં તે કેન્દ્રીય સ્થાનના અનુસરણમાં, ભારતે આ વર્ષે શ્રીલંકામાં ગંભીર આર્થિક સ્થિતિને ઓછી કરવા મઍટે ૩.૮ બિલિયન અમેરિકી ડોલરથી વધુનું એક અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે.
આ પહેલાં ભારતે શ્રીલંકા ડીઝલ-પેટ્રોલની(Diesel-Petrol) મોટી મદદ કરી ચૂક્યા છે. શ્રીલંકામાં ઓઇલની સમસ્યાના(Oil problem) લીધે તેલ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ફક્ત જરૂરી કામો માટે ઓઇલનો ઉપયોગ કરવાની પરવાનગી અપાઈ હતી. ઓઈલ વેચવા પર પાબંદી લગાવી હતી. તેના કારણે શ્રીલંકાના આમ લોકોને પેટ્રોલિયમ પદાર્થોની(petroleum substances) ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ભારતે ઘણીવાર મોટી માત્રામાં પેટ્રોલ ડીઝલ મોકલીને શ્રીલંકાની મદદથી કરી હતી.