આર્થિક રીતે સંકટમાં ફસાયેલા ઇજિપ્ત ( Egypt ) ને ભારત દેશ મદદ કરશે. ભારત ( India ) દેશે ઇજિપ્તને ઘઉં નિકાસ કરવાની યોજના બનાવી છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે ઇજિપ્તના પ્રમુખ ભારત દેશની મુલાકાતે છે ત્યારે તેમની સાથે 120 લોકોની વિશેષ ટુકડી પણ આવી રહી છે. આ 120 લોકો પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતની પરેડમાં ભાગ લેશે.
આ ઉપરાંત તેમની વિઝિટ દરમિયાન તેઓ ભારતના અધિકારીઓ સાથે પ્રદીર્ઘ મુલાકાત કરશે તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના અનેક કાર્યક્રમો છે. આ પ્રસંગે ભારત દેશ ઇજિપ્તને આર્થિક સંકટમાં મદદ કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ સંદર્ભેની અધિકારીક જાહેરાત થોડા સમયમાં થશે.
ઇજિપ્તમાં શું સંકટ છે ?
ઉલ્લેખનીય છે કે ઇજિપ્તમાં અત્યારે ઘેરુ આર્થિક સંકટ ( Economic crisis ) છે. ઇજિપ્તની સરકારે મોટાપાયે મસ્જિદોને મદદ કરી જ્યારે કે લોકોને ખાવા માટે રોટલાના સાસા છે. ઇજિપ્તના લોકોને એ વાત સમજાતી નથી કે સરકાર શા માટે ધર્માંધ બની ચૂકી છે. બીજી તરફ અન્ય ઈસ્લામિક રાષ્ટ્રો ઇજિપ્તને મદદ કરવા માટે તૈયાર નથી.
આ સમાચાર પણ વાંચો: ગજબ કહેવાય.. આ દેશની સરકાર ત્યાંના મૂળ નિવાસીઓને ચૂકવશે 17 હજાર કરોડનું વળતર, જાણો શું છે સમગ્ર મામલો
ઇજિપ્ત માટે આ અઘરો સમય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય અતિથિ બનાવીને દેશનું માન વધાર્યું છે તેમજ તેમને મદદ કરીને તેઓ ઇજિપ્ત ને તકલીફમાંથી બહાર કાઢશે.