India AI Impact Summit 2026: દુનિયા જોશે ભારતનો AI પાવર! સંયુક્ત રાષ્ટ્રએ કર્યા મોદી સરકારના વખાણ; જાણો દિલ્હીમાં યોજાનારી ગ્લોબલ AI સમિટની ખાસ વાતો

‘પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ’ ના મંત્ર સાથે ભારત વિશ્વને બતાવશે નવી દિશા; યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું - "ભારતનું નેતૃત્વ પ્રશંસનીય, હું પોતે સમિટમાં ભાગ લેવા દિલ્હી આવીશ"

by samadhan gothal
India AI Impact Summit 2026 દુનિયા જોશે ભારતનો AI પાવર! સંયુક્ત રાષ્ટ્રએ કર્યા મોદી

News Continuous Bureau | Mumbai
India AI Impact Summit 2026 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં ભારત હવે વિશ્વનું નેતૃત્વ કરવા માટે સજ્જ છે. ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાનારી ‘ગ્લોબલ એઆઈ ઈમ્પેક્ટ સમિટ’ માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારતની સરાહના કરી છે. ગુટેરેસે જણાવ્યું હતું કે, એઆઈ અત્યારે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અત્યંત મહત્વનો મુદ્દો છે અને આ પડકારજનક સમયમાં ભારત જે રીતે નેતૃત્વ કરી રહ્યું છે તેની દાદ દેવી પડે તેવી છે.આ સમિટની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં યોજાયેલી એઆઈ એક્શન સમિટ દરમિયાન કરી હતી. આ સમિટ ગ્લોબલ સાઉથમાં યોજાનારી પહેલી વૈશ્વિક એઆઈ સમિટ હશે, જે વિકાસશીલ દેશોની જરૂરિયાતો અને ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

‘પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ’ પર ફોકસ

સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય એઆઈનો ઉપયોગ માનવતાના વિકાસ અને પૃથ્વીની રક્ષા માટે કરવાનો છે. તે મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતો પર આધારિત છે:
પીપલ (લોકો): સમાવેશક વિકાસ અને ડિજિટલ અંતર ઘટાડવું.
પ્લેનેટ (પૃથ્વી): પર્યાવરણની રક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ.
પ્રોગ્રેસ (પ્રગતિ): આર્થિક અને સામાજિક ક્ષેત્રે નવીનતા લાવવી. યુએન ચીફે કહ્યું કે ભારત જેવો દેશ, જેની પાસે પહેલેથી જ નોંધપાત્ર ટેકનિકલ ક્ષમતા છે, તે આ મિશન માટે શ્રેષ્ઠ પસંદગી છે.

આંતરરાષ્ટ્રીય સાયન્ટિફિક પેનલની રચના

આ સમિટ દરમિયાન એઆઈ પર એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ બનાવવાની પ્રતિબદ્ધતા પણ મજબૂત કરવામાં આવશે. ગુટેરેસે દુનિયાભરમાંથી ૪૦ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ભલામણ કરી છે, જેમાં IIT મદ્રાસના ડેટા સાયન્સ એન્ડ એઆઈ વિભાગના વડા બલરામન રવીન્દ્રનનો પણ સમાવેશ થાય છે. આ પેનલ એઆઈના વૈશ્વિક પ્રભાવોનું મૂલ્યાંકન કરનાર પ્રથમ સ્વતંત્ર નિકાય હશે.

આ સમાચાર પણ વાંચો : Shashi Tharoor Slip Video: સંસદની સીડીઓ પર શશિ થરુરનો પગ લપસ્યો! અખિલેશ યાદવે ‘મિત્ર’ની જેમ હાથ પકડી સંભાળ્યા; જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો.

ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટ અને ભારત

સમિટમાં એન્ટોનિયો ગુટેરેસનો સંદેશ ‘ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટ’ સાથે જોડાયેલો હશે. તેઓ વિવિધ રાષ્ટ્રાધ્યક્ષોને જણાવશે કે કેવી રીતે વિકાસશીલ દેશોમાં એઆઈ ક્ષમતા નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એક કરી શકાય. ભારતની આ પહેલથી એ સાબિત થશે કે ભવિષ્યની ટેકનોલોજી માત્ર વિકસિત દેશોની જાગીર નથી, પણ તે સમગ્ર માનવજાતની પ્રગતિનું સાધન છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More