Cannes Film Festival: ભારત 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં “ભારત પર્વ”ની યજમાની કરશે.

Cannes Film Festival: ભારત 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (14-25 મે)માં ભાગ લેશે, 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'ભારત પર્વ' ઉજવાશે.એનઆઈડી અમદાવાદ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા ભારત પેવેલિયનને આ વર્ષની થીમ ક્રિએટ ઇન ઇન્ડિયા દર્શાવવા માટે 'ધ સુત્રધાર' દ્વારા પ્રેરિત નામ આપવામાં આવ્યું છે. પાયલ કાપડિયાની ફિલ્મ 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' 30 વર્ષ પછી કોમ્પિટિશન સેક્શનમાં ભારતીય ફિલ્મ છે. નવેમ્બર 2024માં 55મી આઇએફએફઆઈના પોસ્ટર અને ટ્રેલર લોંચ અને પ્રથમ વેવ્સની તારીખ સેવ કરાશે

by Hiral Meria
India will host Bharat Parva at the 77th Cannes Film Festival

News Continuous Bureau | Mumbai

Cannes Film Festival:  કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત માટે આ એક વિશેષ વર્ષ છે કારણ કે દેશ આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલની 77મી આવૃત્તિ માટે તૈયાર છે. કોર્પોરેટ ભારતીય પ્રતિનિધિમંડળમાં ભારત સરકાર, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, ઉદ્યોગના સભ્યો સામેલ છે, જે વિશ્વના અગ્રણી ફિલ્મ બજારમાં ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થાને પ્રદર્શિત કરશે, માર્ચે ડુ ફિલ્મ્સમાં શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ પહેલો દ્વારા પ્રદર્શિત કરશે.

આ પ્રથમ વખત હશે જ્યારે ( India ) દેશ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં “ભારત પર્વ”ની ( Bharat parv ) યજમાની કરશે, જેમાં ભાગ લઈ રહેલા વિશ્વભરના પ્રસિદ્ધ મહાનુભાવો અને પ્રતિનિધિઓ, ફિલ્મી સેલિબ્રિટીઝ, ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકો સાથે જોડાઈ શકશે. વિશ્વભરના ખરીદદારો અને સેલ્સ એજન્ટ્સ સાથે જોડાવા અને સંકુચિત સર્જનાત્મક તકો અને સર્જનાત્મક પ્રતિભાની સમૃદ્ધ બેંકનું પ્રદર્શન કરવા માટે આ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે. 20-28 નવેમ્બર, 2024ના રોજ ગોવામાં યોજાનારા 55માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ( IFFI )ના ઓફિશિયલ પોસ્ટર અને ટ્રેલરનું અનાવરણ ભારત પર્વ ખાતે કરવામાં આવશે. ભારત પર્વમાં 55મી આઇએફએફઆઇની સાથે આયોજિત થનારી પ્રથમ વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (વેવ્સ) માટે “સેવ ધ ડેટ”ની રજૂઆત પણ થશે.

108 વિલેજ ઈન્ટરનેશનલ રિવેરા ખાતે 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પેવેલિયનનું ( India Pavilion ) ઉદ્ઘાટન 15 મેના રોજ જાણીતી ફિલ્મી હસ્તીઓની હાજરીમાં કરવામાં આવશે. કાન્સમાં ભારત પેવેલિયન ભારતીય ફિલ્મ સમુદાય માટે વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા માટે એક મંચ તરીકે કામ કરે છે, જેમાં પ્રોડક્શન સહયોગને પ્રોત્સાહન આપવું, ક્યુરેટેડ નોલેજ સેશન્સ, ડિસ્ટ્રિબ્યુશન ડીલ પર હસ્તાક્ષર કરવા, સ્ક્રિપ્ટ્સ પર હસ્તાક્ષર કરવા, ગ્રીનલાઇટિંગ સ્ક્રિપ્ટ્સ, બી2બી મીટિંગ્સ અને વિશ્વભરના જાણીતા મનોરંજન અને મીડિયા પ્લેયર્સ સાથે નેટવર્કિંગનો સમાવેશ થાય છે. પેવેલિયનનું આયોજન નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી) દ્વારા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ના સહયોગથી ઉદ્યોગના ભાગીદાર તરીકે કરવામાં આવશે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) મારફતે માર્ચે ડુ કાન્સમાં એક ‘ભારત સ્ટોલ’ મૂકવામાં આવશે, જેનો ઉદ્દેશ ઉદ્યોગને જોડવા અને સહયોગ પ્રદાન કરવાનો છે.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ દ્વારા ભારત પેવેલિયનની રચના કરવામાં આવી છે, જેને આ વર્ષની “ક્રિએટ ઇન ઇન્ડિયા”ની થીમ દર્શાવવા માટે ‘ધ સુત્રધાર’ નામ આપવામાં આવ્યું છે. આપણે ભારતની ઉપસ્થિતિ પર નજર કરીએ તો આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક સમૃદ્ધ ઇતિહાસ અને સર્જનાત્મકતાનો નજારો આંતરરાષ્ટ્રીય મંચ પરની દિશાને દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો: ICG : ICG એ જહાજોના બાંધકામ માટે સ્વદેશી મરીન-ગ્રેડ એલ્યુમિનિયમના ઉત્પાદન અને પુરવઠા માટે ખાનગી ક્ષેત્ર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

Cannes Film Festival: ભારતીય ટાઇટલ ત્રણ દાયકા પછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઓફિશિયલ સિલેક્શનના કોમ્પિટિશન સેક્શનમાં સ્થાન મેળવે છે.

સ્પોટલાઇટમાં, પાયલ કાપડિયાની પ્રસિદ્ધ કૃતિ, “ઓલ વી ઇમેજિન એઝ લાઇટ” પ્રેક્ષકોને મોહિત કરવા અને પ્રતિષ્ઠિત પામ ડી’ઓર માટે સ્પર્ધા કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે કારણ કે ભારતીય ટાઇટલ ત્રણ દાયકા પછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઓફિશિયલ સિલેક્શનના કોમ્પિટિશન સેક્શનમાં સ્થાન મેળવે છે. સિનેમાના પરિદ્રશ્યમાં બ્રિટિશ-ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીની “સંતોષ”માં માર્મિક કથા, અન સર્ટેન રિગાર્ડની સાથે-સાથે ડાયરેક્ટર્સ ફોર્ટનાઈટમાં કરણ કંધારીની ઉત્તેજક “સિસ્ટર મિડનાઇટ” અને એલ’એસિડમાં મૈસમ અલીની આકર્ષક “ઇન રિટ્રીટ” સિનેમેટિક લેન્ડસ્કેપને વધુ સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે.

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના વિદ્યાર્થીની ફિલ્મ “સનફ્લાવર્સ વેર ફર્સ્ટ વન્સ ટૂ નો”ને લા સિનેફ કોમ્પિટિટિવ સેક્શનમાં પસંદ કરવામાં આવી છે. કન્નડ ભાષામાં બનેલી આ શોર્ટ ફિલ્મને વિશ્વભરની એન્ટ્રીઓમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી અને હવે તે અંતિમ તબક્કામાં અન્ય 17 ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મો સામે સ્પર્ધા કરશે.

તદુપરાંત, અમૂલ ડેરી સહકારી ચળવળ પર ધ્યાન કેન્દ્રિત કરતી ફિલ્મ શ્યામ બેનેગલની ‘મંથન’ ક્લાસિક્સ વિભાગમાં રજૂ કરવામાં આવશે, જેમાં ફેસ્ટિવલની ભારતીય લાઇનઅપમાં ઐતિહાસિક મહત્વનો સ્પર્શ ઉમેરવામાં આવશે. મંત્રાલયના એકમ એનએફડીસી-નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા (એનએફએઆઈ)ની ફિલ્મ વોલ્ટમાં ફિલ્મ રીલ્સને ઘણા દાયકાઓ સુધી સાચવી રાખવામાં આવી હતી અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (એફએચએમ) દ્વારા તેને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

નેશનલ એવોર્ડ વિજેતા સિનેમેટોગ્રાફર સંતોષ સિવન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત પીયરે એન્જેનીયોક્સ શ્રદ્ધાંજલિ મેળવનાર હશે. તેઓ કાન્સના પ્રતિનિધિઓ માટે એક માસ્ટરક્લાસ પણ આપશે અને આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બનશે.

ગોવા, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઝારખંડ અને દિલ્હી સહિત ભારતના ઘણા રાજ્યો ભારતના વૈવિધ્યસભર સ્થળો અને ફિલ્મ પ્રતિભાને પ્રદર્શિત કરવામાં મદદ રૂપ થાય તેવી શક્યતા છે.

Cannes Film Festival: ભારતના સહયોગથી ફિલ્મ નિર્માણની તકો ચકાસવા પર એક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે

ભારતના સહયોગથી ફિલ્મ નિર્માણની તકો ચકાસવા પર એક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું શીર્ષક છે “વિપુલ પ્રમાણમાં પ્રોત્સાહનો અને સીમલેસ ફેસિલિટેશન્સ – કમ, ક્રિએટ ઇન ઇન્ડિયા” મુખ્ય મંચ (રિવેરા) ખાતે 15 મેના રોજ બપોરે 12 વાગ્યે કરવામાં આવી રહ્યું છે. આ પેનલ ડિસ્કશનમાં ફિલ્મ નિર્માણ, સહ-નિર્માણની તકો અને ટોચની પોસ્ટ-પ્રોડક્શન સુવિધાઓ માટે ભારતના વિશાળ પ્રોત્સાહનો પર ભાર મૂકવામાં આવશે. આ પેનલ એ જણાવશે કે ફિલ્મ નિર્માતાઓ આ પહેલને કેવી રીતે આવકારી રહ્યા છે, ભારતમાં શૂટિંગ માટે જમીન પર વાસ્તવિક અનુભવો શું છે અને કઈ રોમાંચક વાર્તાઓ શેર કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Cyber fraud: DoTએ 28,200 મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા અને સંબંધિત 20 લાખ મોબાઈલ કનેક્શનની પુનઃ ચકાસણી માટે નિર્દેશ જારી કર્યા

સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન ભારત પેવેલિયનમાં આયોજિત ઇન્ટરેક્ટિવ સેશનમાં ભારતમાં સર્જન માટે પ્રોત્સાહન, ફિલ્મ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય સહયોગ, ફિલ્મિંગ ડેસ્ટિનેશન તરીકે ભારત, ભારત અને સ્પેન, યુકે અને ફ્રાન્સ જેવા દેશો વચ્ચે દ્વિપક્ષીય ફિલ્મ કો-પ્રોડક્શન જેવા વિષયોને આવરી લેવામાં આવશે. આ સત્રોનો ઉદ્દેશ ગતિશીલ ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે જોડાવા ઇચ્છતા ફિલ્મ નિર્માતાઓ માટે ચર્ચા, નેટવર્કિંગ અને સહયોગની તકોને સરળ બનાવવાનો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More