બે દાયકા બાદ ભારતની તાલિબાન સાથે વાતચીત, કતારમાં ભારતના રાજદૂતે તાલિબાન નેતા મોહમ્મદ અબ્બાસ સાથે કરી મુલાકાત; જાણો શું ચર્ચા થઈ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021

બુધવાર

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ ઉચાળા ભર્યા બાદ હવે ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા અને લુઘુમતીઓની સુરક્ષા માટે ઔપચારિક બેઠક શરૂ કરી છે. 

કતારના પાટનગર દોહામાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે દોહા સ્થિત તાલિબાની કચેરીના વડા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઇ સાથે ભારતીય દૂતાવાસમાં બેઠક કરી. 

આ મુલાકાતમાં સુરક્ષા અને અફગાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની ઘરવાપસી તથા ભારત વિરોધી પ્રવૃત્તિ અંગે અફઘાન જમીનના ઉપયોગને લગતી ચિંતાઓ રજૂ કરવામાં આવી હતી. 

તાલિબાની પ્રતિનિધિએ જણાવ્યું કે ભારતની તમામ ચિંતાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે.

UNSC માં અફઘાન મુદ્દે એક ઠરાવ પસાર થયો, 13 દેશો તરફેણમાં મત, આ બે દેશોએ જાળવ્યું અંતર

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *