બ્રિટિશ સંસદમાં વિશેષ સ્થાન મેળવનારા ભારતીય મૂળના અશોક કુમારની સંઘર્ષગાથા:- વૈજ્ઞાનિકમાંથી રાજકારણી બનવાની આવી હતી સફર: વાંચો અહીં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 9 નવેમ્બર, 2021

મંગળવાર

જાતિવાદ અને વ્યક્તિગત પડકારોનો સામનો કરીને ભારતીય મૂળના અશોક કુમારે બ્રિટિશ સંસદમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું હતું. કેમિકલ એન્જિનિયર અશોક કુમાર સંસદમાં નોર્થ-ઈસ્ટ ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ અશ્વેત સાંસદ હતા.

 બાળપણ અને અભ્યાસ

અશોક કુમારનો જન્મ 28 મે 1956માં હરિદ્વારમાં થયો હતો. બાળપણમાં જ બે ભાઈઓ અને માતા-પિતા સાથે કુમાર ભારતના હરિદ્વારથી ઈંગ્લેન્ડ સ્થાયી થયા હતા. તેમના પિતા પોસ્ટ માસ્ટર હતા. જેમને પરદેશમાં કામ શોધવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. કુમારે પહેલા સ્થાનિક માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો અને પછી એસ્ટન યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરની ડિગ્રી લીધી અને બાદમાં પીએચડી કર્યું હતું.

80ના દાયકામાં કુમાર લંડનની ઈમ્પીરીયલ કોલેજમાં ત્રણ વર્ષના સંશોધન બાદ વૈજ્ઞાનિક તરીકે ટીસાઈડ ખાતે બ્રિટિશ સ્ટીલમાં જોડાયા હતા. વર્ષ 1987માં, તેઓ એશિયન મૂળના મિડલ્સબોરોના એકમાત્ર કાઉન્સિલર હતા.

બ્રિટિશ રાજકારણમાં પ્રવેશ

અશોક કુમારના પોતાના મજબૂત રાજકીય વિચારો હતા અને તેઓ સ્થાનિક મુદ્દાઓ પર સમુદાય વચ્ચે કામ કરતા હતા. વર્ષ 1991માં કન્ઝર્વેટિવ સાંસદ રિચાર્ડ હોલ્ટના અચાનક અવસાન બાદ સંસદીય બેઠક લેંગબર્ફ ખાલી પડી હતી. કુમારના સમર્થકો ઇચ્છતા હતા કે તેઓ પેટાચૂંટણીની રેસમાં ભાગ લે. ટ્રેડ યુનિયનો કુમારને ટેકો આપતા હતા, પરંતુ લેબર પાર્ટીના કેટલાકને આશંકા હતી કે શું મતદારો આ એશિયન ઉમેદવારને મત આપશે. લેંગબર્ફ સીટમાં સ્કિનગ્રોવ અને લોફ્ટસ જેવા અનેક ઔદ્યોગિક નગરો તેમજ ક્લેવલેન્ડ વે અને જેન્ટાઈલ કોસ્ટલ રિસોર્ટ સોલ્ટબર્નના દૂરના ખેતીવાડી સમુદાયો હતા. ઈંગ્લેન્ડમાં સૌથી વધુ શ્વેત મતો ધરાવતી આ બેઠક હતી. કુમારના વ્યક્તિત્વ વિશે લોકોને કેટલીક ચિંતાઓ પણ હતી. થોડા સમય પછી રાષ્ટ્રીય ચૂંટણી યોજાઈ હતી દેશભરના મીડિયાની નજર પણ આ બેઠક પર હતી. 

કોરોનાનું વધુ એક શસ્ત્ર! ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીનની કિંમત નક્કી, જાણો એક ડોઝ માટે તમારે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે?

       કુમાર ભાગ્યે જ બોલનાર નમ્ર વ્યક્તિ હતા. કુમાર તેમની મોટાભાગની સાંજ તેમના ઘરે એકલા રાજકીય સિદ્ધાંત વાંચવામાં અને જાઝ સંગીત સાંભળવામાં વિતાવતા હતા. આવી સ્થિતિમાં આ શાંત કાઉન્સેલર માટે ગરમાયેલું રાજકીય વાતાવરણ બહુ અનુકૂળ ન હતું, પરંતુ સ્ટીલ અને કોલસા ઉદ્યોગની ઊંડી જાણકારીને કારણે પાર્ટીના નેતાઓએ તેમને પસંદ કર્યા અને ટૂંક સમયમાં તેમની ઉમેદવારી પર મહોર લાગી ગઈ. જોકે પેટાચૂંટણી તેમની ધારણા કરતાં વધુ મુશ્કેલ બની. ચૂંટણી પ્રચારની દરેક સવાર એકસમાન હતી. ઉમેદવારો કામચલાઉ પોડિયમ પર હાજર રહેતા હતા, મંત્રીઓ બાજુમાં ઉભા રહેતા. માર્ગારેટ બેકેટ, જ્હોન પ્રેસ્કોટ, જ્હોન સ્મિથ, ગોર્ડન બ્રાઉન જેવા મુખ્ય વિપક્ષી નેતાઓ ઉત્તર-પૂર્વના આ વિસ્તારની મુલાકાત લેતા હતા. સ્થાનિક કોલેજો અને નર્સિંગ સેન્ટરોમાં ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે શાંત રહેતા અશોક કુમાર પાર્ટીના અન્ય નેતાઓને મીડિયાની સામે રજૂ કરવામાં ખુશ રહેતા, પરંતુ સોમવાર ઑક્ટોબર 19ના રોજ જ્યારે પ્રચારનો ત્રીજો દિવસ હતો ત્યારે પત્રકાર પરિષદમાં કુમારની બેઠક ખાલી પડી હતી. એક સંક્ષિપ્ત નિવેદનમાં, તેમની પાર્ટીના અન્ય નેતા હેરિયટ હરમને કહ્યું કે કુમારની માતાનું નિધન થઈ ગયું છે. તેથી કુમાર ત્યાં ગયા છે, પરંતુ ચૂંટણી પ્રચારમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આયોજન મુજબ હરમન મતદારોને મળવા માટે ગેસબરો હોસ્પિટલમાં ગયો હતો. કુમાર પણ બીજા દિવસે ચૂંટણી પ્રચારમાં પરત ફર્યા હતા. દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટી એવું માની રહી હતી કે તેમના ઉમેદવાર અશોક કુમાર નબળા વ્યક્તિત્વના છે.

       કન્ઝર્વેટિવ પાર્ટીનું સૂત્ર 'યોર લોકલ ટોરી – યોર સ્ટ્રેટ ચોઈસ' હતું. લેબર પાર્ટીએ તેને કુમારના અંગત જીવન પર નિશાન સાધ્યું હતું. કુમારને પત્ની અને બાળકો નહોતા. જોકે કન્ઝર્વેટિવ પાર્ટીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. બિનસત્તાવાર પેમ્ફલેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

લાંબા કંટાળાજનક અને વિવાદાસ્પદ ચૂંટણી પ્રચાર પછી કુમાર જીત્યા પરંતુ માર્જિન માત્ર 1975 મતોનું હતું. કુમારે જીત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે વ્યક્તિગત હુમલાઓએ તેમને નુકસાન પહોંચાડ્યું હતું અને ચૂંટણી અભિયાન ખૂબ જ દુઃખદાયક રહ્યું હતું.

સત્ય તો એ હતું કે કુમારનું દુઃખ આના કરતાં પણ ઊંડું હતું. કુમાર માતાના મૃત્યુથી દુઃખી હતો. તેઓ તેમના મૃત્યુનો શોક પણ મનાવી શક્યા ન હતા.

સંસદમાં અશોક કુમારનો કાર્યકાળ બહુ લાંબો નહોતો. માર્ચ 1992માં, જ્હોન મેયરે સંસદ ભંગ કરી અને સામાન્ય ચૂંટણીઓ માટે હાકલ કરી. આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના માઈકલ બેટ્સ જીત્યા અને કુમાર બ્રિટિશ સ્ટીલમાં નોકરી પર પાછા ફર્યા.

ચાર વર્ષ પછી, જ્યારે સન્ડરલેન્ડના સાંસદ ક્રિસ માલિન અશોક કુમારને મળ્યા, ત્યારે તેમને નવી બનેલી મિડલ્સબોરો સાઉથ એન્ડ ઈસ્ટ ક્લેવલેન્ડ સીટ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

પોતાની ડાયરીમાં માલિને લખ્યું છે કે કુમાર પોતાની જીતને લઈને ખૂબ જ ચિંતિત હતા. પરંતુ તેઓએ આટલી ચિંતા ન કરવી જોઈતી હતી. ટોની બ્લેરની આગેવાની હેઠળની લેબર પાર્ટીની વર્ષ 1997ની લહેરમાં તેમણે આ બેઠક 10,000થી વધુ મતોથી જીતી હતી.

અશોક કુમાર બિનસાંપ્રદાયિક હતા અને બ્રિટિશ હ્યુમનિસ્ટ એસોસિએશન સાથે જોડાયેલા હતા, પરંતુ આ પ્રસંગે તેમણે હિન્દુઓના હિતમાં વાત કરી હતી. વર્ષ 2005ના હુમલા બાદ જ્યારે હિંદુઓ પર ટિપ્પણીઓ કરવામાં આવી ત્યારે તેમણે ખુલ્લેઆમ આ વાતની ટીકા કરી હતી.

હવે આ રાજ્યમાં ભાજપે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, બે ધારાસભ્યો પાર્ટીમાં જોડાયા; જાણો વિગતે

અશોક કુમાર પર વંશીય હુમલા ચાલુ રહ્યા વર્ષ 2004માં જમણેરી જૂથોએ તેમને મારી નાખવાની ધમકી આપી, પરંતુ વ્યક્તિગત સ્તરે, તેમનો સૌથી મોટો સંઘર્ષ ઈરાક યુદ્ધ પર હતો, જેને તેમણે સમર્થન આપ્યું હતું. જ્યારે કુમારની પોતાની લેબર પાર્ટીના ઘણા સભ્યો તેની વિરુદ્ધ હતા.

કુમાર એક એવા સાંસદ હતા જેમણે સંસદની લાઇબ્રેરીમાં વધુ સમય વિતાવ્યો હતો. પબ અને અન્ય સામાજિક સ્થળોએ ઓછા દેખાતા હતા. 

અશોક કુમારનું વર્ષ 2010ના માર્ચમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ટોની બ્લેરે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે સાંસદ તરીકે તેઓ ઉત્તર-પૂર્વ ઈંગ્લેન્ડ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા જાણતા હતા.

તત્કાલીન વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને કુમાર વિશે કહ્યું હતું કે કુમાર ટીસાઇડના લોકોના શુભેચ્છક હતા અને તેમની સમસ્યાઓના મુદ્દા ઉઠાવ્યા હતા.

કુમારના મૃત્યુ પછી સેંકડો લોકોએ તેમની ઓફિસ પર ફોન કર્યા અને સ્થાનિક અખબારોમાં તેમના વિશે લેખ લખવામાં આવ્યા હતા. અશોક કુમાર તેમના વિસ્તારના લોકોના પ્રશ્નોને ઉઠાવવા માટે તમામ પ્રયાસો કરતા હતા. તેમની પાસે અનુભવી અને સમર્પિત લોકોની ટીમ હતી.

કુમારના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા એક સ્થાનિક રહેવાસીએ એક પત્રકારને કહ્યું કે કુમાર દરેકની સમસ્યા હલ કરવા માટે તત્પર રહેતા. સમસ્યા લઈને આવનાર વ્યક્તિ કોણ છે, કઈ જાતિનો છે તે જોતા ન હતા. કુમારે સ્ટીલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના હિત માટે સખત મહેનત કરી હતી.

કુમારના એજન્ટ અને મિત્ર ડેવિડ વોલ્શે કહ્યું હતું કે તે સમયે વિજ્ઞાન જગતમાં મોટા ભાગના ઉચ્ચ હોદ્દા પર પણ ગોરા લોકો હતા. કુમારે બૌદ્ધિક સ્તરે મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી પરંતુ તેમને માત્ર એક સમાન્ય ભારતીય રસાયણશાસ્ત્રી તરીકે જ માનવામાં આવતા હતા.

અમેરિકાની શેલ ગેસની મિલકતનો બાકી બચેલો હિસ્સો રિલાયન્સ કંપનીએ વેચી માર્યો જાણો વિગત.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More