News Continuous Bureau | Mumbai
જ્યારે પણ આપણે કોઈપણ દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની(international border) વાત કરીએ છીએ ત્યારે આપણા મગજમાં કાંટાળા તાર અને સેનાની તૈનાતીની તસવીરો ઉભરી આવે છે. દરમિયાન આજે અમે તમને કેટલીક એવી આંતરરાષ્ટ્રીય સરહદોની તસવીરો બતાવીશું, જેને જોઈને તમને લાગશે નહીં કે તે આંતરરાષ્ટ્રીય સરહદો છે.
આમાંના ઘણા સ્થળોએ, ફક્ત એક જ રેખા દોરવામાં આવી છે. ત્યાં કોઈ લશ્કર નથી, પોલીસ નથી.
નેધરલેન્ડ અને બેલ્જિયમ(Netherlands and Belgium) : આ સરહદ વિશ્વની સૌથી વિચિત્ર સરહદ છે. તે વાર્લે શહેરમાં છે. એક તરફ આખું શહેર નેધરલેન્ડથી ઘેરાયેલું છે. તેના 26 સ્થળો બેલ્જિયમની અંદર આવે છે. આ બોર્ડર શહેરના રસ્તાઓ પર સ્પષ્ટ દેખાય છે.

કોસ્ટા રિકા અને પનામા(Costa Rica and Panama) : આ પુલ જેવી સરહદ બંને દેશો વચ્ચે કુદરતી રીતે બની છે. આ સિંગલ લેન બ્રિજ છે, જેના પરથી દરરોજ હજારો લોકો અને વાહનો પસાર થાય છે.

આર્જેન્ટિના, પુરૂગ્વે અને બ્રાઝિલ(Argentina, Peru and Brazil) : દક્ષિણ અમેરિકાના આ ત્રણ દેશોની આ સરહદ પણ ઘણી રસપ્રદ છે. આ તે જગ્યા છે જ્યાં ઇઝ્ઝાઉ અને પરાના નદીઓ મળે છે. તેને ટ્રિપલ ફ્રન્ટિયર પણ કહેવામાં આવે છે.

યૂએસ અને કનેડા બોર્ડર(US and Canada Border) : બોર્ડર ડર્બી લાઇન શહેર આ બંને દેશોની સરહદ છે. અહીં સરહદ આખા શહેરમાંથી પસાર થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંની બોર્ડર બિલ્ડિંગ અને ઘરોની અંદરથી પણ જાય છે.

આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની રેલીમાં થયું ફાયરિંગ- પગમાં ગોળી વાગી- જુઓ વિડીયો
અમેરિકા અને મેક્સિકો(America and Mexico) : બોર્ડર સૌથી વધુ ક્રોસ કરવામાં આવતી બોર્ડર છે. અહીં દર વર્ષે લગભગ ૩૫૦ લીગલ ક્રોસિંગ કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈગુઆઝુ નદી પર બનેલો આ ધોધ બ્રાઝિલ અને આર્જેન્ટીનાની સરહદ છે.

ઑસ્ટ્રિયા, હંગરી અને સ્લોવાકિયા(Australia, Hungary and Slovakia) – ત્રણેય દેશો વચ્ચેની આ સરહદ પણ અસાધારણ છે. ત્રણેય દેશોનું સ્થાન અહીં ત્રિકોણ ટેબલ જેવા પથ્થર દ્વારા જ જણાવવામાં આવ્યું છે.

વેટિકનસીટી અને ઇટાલી(Vatican City and Italy) : સેન્ટ પીટર્સ સ્ક્વેરનું આ વિશાળ પ્રવેશદ્વાર વેટિકન સિટી અને ઇટાલીની સરહદ છે.

આર્જેન્ટિના અને ચિલી(Argentina-chile ) : સરહદના નામ પર, એન્ડીઝ પર્વત પર ફક્ત જીસસ ક્રાઇસ્ટની આ પ્રતિમા બનાવવામાં આવી છે. જે આજેર્ન્ટિના અને ચિલી વચ્ચેની સરહદ પણ છે. જીસસ ક્રાઈસ્ટની આ મૂર્તિને અહીં શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.

પોલેન્ડ અને યુક્રેન (Poland and Ukraine) : પોલેન્ડ-યુક્રેનની સરહદ સૌપ્રથમ ૧૯૧૯માં પોલિશ-યુક્રેનિયન યુદ્ધ પછી રચાઈ હતી. ૧૯૨૦ની વોર્સોની સંધિએ પોલેન્ડની તરફેણમાં ઝબ્રુક નદીના વિવાદિત વિસ્તારોને વિભાજિત કર્યા પછીના વર્ષે યુક્રેને સોવિયેત સંઘથી સ્વતંત્રતા જાહેર કરી. બાકીના પ્રદેશો પછી રીગાની શાંતિમાં પોલેન્ડ અને યુક્રેનિયન સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: હેરાનગતિ માટે થઇ જાઓ તૈયાર- પાલિકાએ અંધેરીનો આ મહત્વપૂર્ણ બ્રિજ વાહનોની અવરજવર માટે કર્યો બે વર્ષ બંધ