Site icon

Iran Attacks Israel: ઈરાને લીધો બદલો, ઇઝરાયેલ પર એક સાથે અનેક મિસાઇલો છોડી.. દેશભરમાં સંભળાયો સાયરનનો અવાજ; જુઓ વિડીયો

Iran Attacks Israel: ઈરાને મંગળવારે ઈઝરાયલ પર ડઝનેક મિસાઈલો છોડી હતી. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર 200 મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇઝરાયેલ સરકારે તેના નાગરિકોને બંકરમાં જવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન ઈઝરાયેલના પીએમએ બદલો લેવાની ધમકી આપી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે ઈઝરાયેલ પર હુમલો તેમની શક્તિનો એક નાનો હિસ્સો છે.

Iran Attacks Israel Iran Launches Missile Attack At Israel After Killing of Hezbollah Leader

Iran Attacks Israel Iran Launches Missile Attack At Israel After Killing of Hezbollah Leader

News Continuous Bureau | Mumbai

Iran Attacks Israel: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ યુદ્ધ શરૂ થઈ ગયું છે.  ઈરાને ( Iran ) બદલો લેવા મંગળવારે રાતે ઈઝરાયેલ ( Israel )  પર 200 થી વધુ મિસાઈલો છોડી હતી. હુમલા બાદ ઈરાને કહ્યું કે આ હુમલો ગાર્ડ કમાન્ડર અને અન્ય નેતાઓને મારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહને મારી નાખ્યો હતો, જે બાદ ઈરાને ગુસ્સે ભરાઈને ઈઝરાયેલ પર મિસાઈલોનો વરસાદ વરસાવ્યો હતો.

Join Our WhatsApp Community

ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર 200 મિસાઈલો છોડવામાં આવી હતી. ઈરાનના આ હુમલાથી આખું ઈઝરાયેલ હચમચી ગયું છે. દેશભરમાં સાયરનનો અવાજ સંભળાયો. આ હુમલા બાદથી ગત વર્ષે શરૂ થયેલ હમાસ અને હિઝબુલ્લાહ સાથે ઈઝરાયેલનો સંઘર્ષ વધી ગયો છે. સમગ્ર મધ્ય પૂર્વમાં તેના ફેલાવાનો ખતરો તોળાઈ રહ્યો છે. 

 

Iran Attacks Israel: હુમલામાં ઈઝરાયેલને વધારે નુકસાન થયું નથી

આ હુમલો એવો હતો કે ઘણી મિસાઈલો ( missile attack ) ઈઝરાયેલના રહેણાંક વિસ્તારોમાં પડી હતી, પરંતુ મળતી માહિતી મુજબ આ હુમલામાં ઈઝરાયેલને વધારે નુકસાન થયું નથી. તેણે બધાને બંકરમાં જવાની સૂચના આપી હતી. ઈરાન દ્વારા ઈઝરાયેલ તરફ છોડવામાં આવેલી ઘણી મિસાઈલો જમીન પર પડી હતી. મોટાભાગના હુમલા ગાઝા પટ્ટીને અડીને આવેલા પશ્ચિમી વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. જોકે, ઈઝરાયેલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ‘આયર્ન ડોમ’એ મોટી સંખ્યામાં મિસાઈલોને હવામાં તોડી પાડી હતી.

Iran Attacks Israel: અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી

આ બધા વચ્ચે હવે અમેરિકા એ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ ચેતવણી આપી છે કે તેણે પણ જવાબી હુમલા માટે તૈયાર રહેવું પડશે. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મિસાઈલ હુમલા બાદ તરત જ વોર કેબિનેટ સાથે બેઠક કરી અને કાર્યવાહી કરવાની યોજના બનાવી. ઈઝરાયેલ પાસે મિસાઈલોનો મોટો જથ્થો છે. જો તેઓ હુમલો શરૂ કરે છે, તો ઈરાનને ગાઝા પટ્ટીમાં જે રીતે થયું છે તે જ ભાવિનો સામનો કરવો પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Israel-Lebanon latest: હમાસ બાદ હવે ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની સુરંગો પર હુમલો કર્યો.. જુઓ વિડીયો..

Iran Attacks Israel:  સોશિયલ મીડિયા પર વાઇરલ હુમલાની તસવીરો

દરમિયાન સોશિયલ મીડિયા પર હુમલાની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ઈરાની મિસાઈલને આયર્ન ડોમની મદદથી હવામાં નષ્ટ કરવામાં આવી રહી છે. ઈરાનના રાજ્ય મીડિયાએ દાવો કર્યો છે કે IRGC (ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) દ્વારા છોડવામાં આવેલી કેટલીક બેલેસ્ટિક મિસાઈલોએ નેત્ઝારીમ કોરિડોર પર સ્થિત ઈઝરાયેલી ટેન્કોને નિશાન બનાવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Exit mobile version