News Continuous Bureau | Mumbai
Iran Israel War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો હોવાથી, ભારત સરકારે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખીને તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લેવાનું શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલય (MEA) એ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તે ઈરાન અને ઈઝરાયલ બંનેમાં હાજર ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સંપૂર્ણપણે સતર્ક છે. તેમના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના તરફથી દરેક શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
Iran Israel War : ભારતીય દૂતાવાસ સ્થાનિક સુરક્ષા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે
MEA એ જણાવ્યુ કે તેહરાનમાં ભારતીય દૂતાવાસ સ્થાનિક સુરક્ષા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ઈરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં છે. મંત્રાલયે કહ્યું – અમે સુરક્ષા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને ઈરાનમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.
Iran Israel War : ઈરાને ઇઝરાયલ તરફ 100 મિસાઇલો છોડ્યા, તેલ અવીવમાં મોટો વિસ્ફોટ
વિદેશ મંત્રાલયના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં દૂતાવાસની મદદથી વિદ્યાર્થીઓને ઈરાનની અંદર વધુ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, અન્ય સંભવિત વિકલ્પો પર પણ વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં જરૂર પડે તો સ્થળાંતરના પગલાંનો સમાવેશ થાય છે.
Iran Israel War : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ગંભીર કટોકટીની સ્થિતિ ઊભી કરી છે. બંને દેશો વચ્ચેના હુમલા અને વળતી કાર્યવાહી નાગરિકો માટે જોખમ વધારી રહી છે. આવી સ્થિતિમાં, ત્યાં ફસાયેલા અન્ય દેશોના નાગરિકો માટે પણ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. દરમિયાન, ભારત સરકારની આ સક્રિયતા અને સતર્કતા ભારતીય નાગરિકો માટે રાહતના સમાચાર છે.