Site icon

Iran Israel War: ઈરાન અને ઈઝરાયલ યુદ્ધમાં કૂદી પડ્યું અમેરિકા,, ટ્ર્મ્પે કહ્યું – હું કંઈ પણ કરી શકું છું…

Iran Israel War:ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે મધ્ય પૂર્વને યુદ્ધની અણી પર લાવી દીધું છે. એક તરફ, ઈઝરાયલે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે, તો બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મૌન અને અસ્પષ્ટ નિવેદનો વૈશ્વિક ચિંતાનો વિષય બન્યા છે. આ સંઘર્ષ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાશે કે વાટાઘાટો તરફ આગળ વધશે તે નક્કી કરવામાં ટ્રમ્પનું વલણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Iran Israel WarDonald Trump Says Iran Contacted Him Too Late Amid Israel War

Iran Israel WarDonald Trump Says Iran Contacted Him Too Late Amid Israel War

News Continuous Bureau | Mumbai

Iran Israel War:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ અંગે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન વાટાઘાટો માટે વ્હાઇટ હાઉસ આવવા તૈયાર છે, પરંતુ તેમણે ઓફર ફગાવી દીધી હતી. ટ્રમ્પે કહ્યું કે હવે વાટાઘાટોનો સમય નીકળી થઈ ગયો છે. તેમણે કહ્યું કે આજની પરિસ્થિતિ અને એક અઠવાડિયા પહેલાની પરિસ્થિતિમાં ઘણો તફાવત છે. હવે કોઈને ખબર નથી કે મારું આગળનું પગલું શું હશે, કારણ કે મારી ધીરજ હવે પૂરી થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું, ઈરાને પણ વ્હાઇટ હાઉસ આવવાનું સૂચન કર્યું હતું. તે એક સાહસિક પગલું હતું, પરંતુ તેમના માટે આવું કરવું સરળ નહોતું.

Join Our WhatsApp Community

Iran Israel War:ખામેનીએ શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો

ટ્રમ્પને તે નિવેદન પર પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આના પર ટ્રમ્પે કહ્યું કે હું ફક્ત તેમને શુભકામનાઓ પાઠવું છું. હવે મારી ધીરજ ખૂટી ગઈ છે અને તેમનો દેશ વિનાશની આરે છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જે ખૂબ જ દુઃખદ છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ઈરાન પર હુમલો કરશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, હમણાં કહેવું વહેલું છે કે હુમલો થશે કે નહીં.

Iran Israel War:ટ્રમ્પે ખામેનીને આપ્યો કડક સંદેશ 

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પહેલા, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ અમેરિકાને યોગ્ય જવાબ આપ્યો છે. ખામેનીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ઈરાન ક્યારેય ઘૂંટણિયે નહીં પડે અને તેના સિદ્ધાંતો પર અડગ રહેશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે ઈરાન તેના શહીદોને ભુલશે નહીં અને તેને હંમેશા યાદ રાખશે. હકીકતમાં, મંગળવારે, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખામેનીને કડક સંદેશ આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે ઈરાને કોઈપણ શરત વિના શરણાગતિ સ્વીકારવી જોઈએ. આના જવાબમાં, ખામેનીએ અમેરિકાને કડક સંદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Israel Iran War:ઈરાનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે બળવાના સંકેત, ખામેનીના ભત્રીજાએ ઈસ્લામિક રિપબ્લિકનો અંત લાવવાની કરી વાત

Iran Israel War: ઈરાન વિદેશી શક્તિઓના કોઈપણ ધમકી કે દબાણ સામે ઝૂકશે નહીં

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ ચેતવણી આપી હતી કે ઈરાન ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં, અને જો અમેરિકા હુમલો કરશે તો તેને એવા ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે જેની ભરપાઈ શક્ય નહીં હોય. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઈરાન વિદેશી શક્તિઓના કોઈપણ ધમકી કે દબાણ સામે ઝૂકશે નહીં. ખામેનીએ સ્પષ્ટપણે કહ્યું, “અમે કોઈ બળજબરીથી લાદવામાં આવેલા યુદ્ધને સ્વીકારીશું નહીં કે કોઈ લાદવામાં આવેલી શાંતિને સ્વીકારીશું નહીં, અમે દરેક પરિસ્થિતિમાં મજબૂતીથી લડીશું.”

 

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version