Donald Trump। ભારત પર ટ્રમ્પના ‘નરક’ વાળા નિવેદનનો વળતો પ્રહાર! ઈરાને ઉડાવી મજાક, તો અમેરિકામાં પણ ટ્રમ્પ સામે વિરોધનો વંટોળ

Donald Trump। અમેરિકી રાષ્ટ્રપતિના વિવાદાસ્પદ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા; ઈરાની કોન્સ્યુલેટે વીડિયો શેર કરીને આપ્યો જડબાતોડ જવાબ.

by Janvi Soni
Donald Trump। ભારત પર ટ્રમ્પના ‘નરક’ વાળા નિવેદનનો વળતો પ્રહાર! ઈરાને ઉડાવી મજાક, તો અમેરિકામાં પણ ટ્રમ્પ સામે વિરોધનો વંટોળ

 

News Continuous Bureau | Mumbai

Donald Trump। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત અને ચીન જેવા દેશો માટે ‘નરક’ (હેલહોલ) શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેના પર હવે ઈરાને આકરા પ્રહાર કર્યા છે. મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ટ્રમ્પને ભારતની વાસ્તવિક સુંદરતા જોવાની સલાહ આપી છે.

ઈરાનનો કટાક્ષ: “કલ્ચરલ ડિટોક્સની જરૂર છે”

ઈરાની કોન્સ્યુલેટે ‘X’ (ટ્વિટર) પર 16 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં મહારાષ્ટ્રની આધુનિક ઈમારતો અને કુદરતી સૌંદર્યના અદભૂત દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. કોન્સ્યુલેટે ટ્રમ્પ પર કટાક્ષ કરતા લખ્યું છે કે, “કદાચ કોઈએ મિસ્ટર ટ્રમ્પ માટે વન-વે ‘કલ્ચરલ ડિટોક્સ’ બુક કરાવવું જોઈએ, કદાચ તેનાથી તેમની આ પ્રકારની વાહિયાત વાતો ઓછી થશે.” કોન્સ્યુલેટે વધુમાં ઉમેર્યું કે, “ક્યારેક ભારત આવીને જુઓ, પછી બોલજો.”

અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી પણ મેદાનમાં

ટ્રમ્પના આ નિવેદનની તેમના પોતાના દેશમાં પણ ભારે ટીકા થઈ રહી છે. અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિઓએ ટ્રમ્પ પર ‘નસ્લવાદી ટિપ્પણી’ કરવાનો અને પ્રેસિડેન્સીને એક ‘રિયાલિટી ટીવી શો’ની જેમ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના હાઉસ ફોરેન અફેર્સ કમિટીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “જ્યારે દેશ આટલા નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ટ્રમ્પ સોશિયલ મીડિયા પર નસ્લવાદી વાતો ફેલાવવામાં વ્યસ્ત છે.”

શું હતું ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન?

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક લેટર રી-પોસ્ટ કર્યો હતો. જેમાં અમેરિકાની ‘બર્થ રાઈટ સિટીઝનશિપ’ નીતિની આલોચના કરતા લખવામાં આવ્યું હતું કે, અહીં જન્મેલા બાળકો તરત નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન કે ભારત જેવા ‘નરક’ સમાન દેશોમાંથી પોતાના પરિવારને અહીં લઈ આવે છે. આ નિવેદન બાદ ભારત અને અન્ય દેશોમાં આક્રોશ ફેલાયો છે. જોકે, આ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચેનું તણાવપૂર્ણ વાતાવરણ પણ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યું છે.

👉 આ સમાચાર વાચો:
Wealth Report 2026। ભારતનો આર્થિક દબદબો! અમીરોની યાદીમાં ભારત ૬ઠ્ઠા સ્થાને, મુંબઈબેંગલુરુ ઉપરાંત આ શહેરો બની રહ્યા છે ‘બિલિયોનેર હબ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More