News Continuous Bureau | Mumbai
Ismail Haniyeh: હમાસ ( Hamas ) ના વડા માટે આખી દુનિયામાં ઈરાનથી વધુ સુરક્ષિત જગ્યા કોઈ ન હોઈ શકે. પરંતુ તેમ છતાં હાનિયા તેના માટે સલામત આશ્રયસ્થાન તરીકે ઓળખાતી જગ્યાએ માર્યો ગયો. ઈરાન ( Iran ) ની ધરતી પર થયેલા આ હુમલા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેહરાન તરફથી વળતો હુમલો થઈ શકે છે.
Ismail Haniyeh:જુઓ વિડીયો
The terrorist mullah regime raises the ‘Red flag’ of revenge over Jamkaran mosque in Iran.
The regime might be inviting its own destruction if it overplays its hand. Trump Presidency 2.0 is just around the corner. Fear that day. pic.twitter.com/nStdo6fDjF
— FJ (@Natsecjeff) July 31, 2024
Ismail Haniyeh:મસ્જિદના મુખ્ય ગુંબજ પર લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો
મીડિયા રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાને કહ્યું કે ઈઝરાયેલ ( Israel ) ને આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. હવે અહેવાલ છે કે તેહરાનથી 120 કિલોમીટર દક્ષિણમાં ઈરાનના શહેર ક્યુમમાં જામકરન મસ્જિદ ( Jamkaran Mosque )ના મુખ્ય ગુંબજ (Dome ) પર લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ઈરાને ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે અને આ લાલ ધ્વજને બદલો લેવાનું પ્રતીક માનવામાં આવે છે, જે વધતા તણાવ અને ઈઝરાયેલ સામે સંભવિત જવાબી હુમલાનો સંકેત હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Israel-Hamas War :’કાયરતાપૂર્ણ હત્યાનો જવાબ…’, હાનિયાના મોતથી ગુસ્સે ભરાયેલા હમાસે ઈઝરાયેલને આપી આવી ધમકી!
Ismail Haniyeh: હાનિયા સુપ્રીમ લીડર સાથે મુલાકાત કરી
મહત્વનું છે કે ઈસ્માઈલ હનીયેહ નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહ માટે ઈરાનમાં હતા. હત્યાના થોડા સમય પહેલા સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની સાથેની તેમની મુલાકાતની તસવીરો પણ સામે આવી હતી, જેમાં હાનિયા સુપ્રીમ લીડર સાથે મુલાકાત કરી રહ્યા છે. ( Israel Hamas War ) ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા હાનિયા ની હત્યાની નિંદા કરતા વધુ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ઈરાની સેનાએ હમાસના વડાની હત્યાને “ગુનાહિત અને કાયરતાપૂર્ણ” ગણાવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)