Israel-Hamas War : હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની તેહરાનમાં હત્યા, હમાસે કહ્યું- બદલો લેશે..

 Israel-Hamas War : ઈઝરાયેલે 24 કલાકની અંદર તેના બે સૌથી મોટા દુશ્મનોને ખતમ કરી દીધા છે. સૌથી પહેલા મંગળવારે બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકર માર્યો ગયો હતો. જે બાદ હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા તેહરાનમાં હવાઈ હુમલામાં માર્યો ગયો છે.

by kalpana Verat
Israel-Hamas War Hamas leader Ismail Haniyeh killed in attack in Iran

 News Continuous Bureau | Mumbai 

Israel-Hamas War :

  • ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અટકવાના સંકેત દેખાતા નથી. અમેરિકા અને ઘણા દેશો આ યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બુધવારે સવારે આવેલા સમાચારે આ બધું બરબાદ કરી દીધું. 
  • હમાસ ચીફ ( Hamas Chief ) ઈસ્માઈલ હાનિયા ( Ismail Haniyeh )નું ઈરાનમાં થયેલા હુમલામાં મોત થયું છે.   
  • હાનિયાની હત્યા ગાઝા, પેલેસ્ટાઈન કે કતારમાં નહીં પરંતુ ઈરાનની રાજધાની તેહરાનમાં થઈ હતી. 
  • તેહરાનમાં થયેલા આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. 
  • જો કે હમાસે આ હત્યા કાયરતાનું કૃત્ય છે. એટલું જ નહીં, હમાસે કહ્યું કે ઈસ્માઈલ હાનિયાનું મોત વ્યર્થ નહીં જાય. હમાસે આ હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War : ઈઝરાયેલે લીધો 7 ઓક્ટોબર ના લોહિયાળ હુમલાનો બદલો, હમાસના ચીફને મોતને ઘાટ ઉતારી દીધો..

 

Join Our WhatsApp Community

You may also like