News Continuous Bureau | Mumbai
Israel-Hamas War: લેબનોનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે. માત્ર 30 દિવસ પહેલા શરૂ થયેલા આ યુદ્ધમાં ઈઝરાયેલની સેના અત્યાર સુધીમાં 1600 લોકોને મારી ચૂકી છે. જેમાં હિઝબુલ્લાહના મોટાભાગના કમાન્ડરો અને આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
જુઓ વિડીયો..
Beirut, Lebanon
US missile blows up entire apartment building with innocent civilians inside 🥺😞
📢Make sure you follow us for more uncensored news because our account is being censored pic.twitter.com/zHqLdsT1Pl
— Fx Dose (@Zayn_Fxdose) October 22, 2024
Israel-Hamas War: લેબનીઝ ધરતી પર ઇઝરાયેલ એ પાયમાલી મચાવી
લેબનીઝ ધરતી પર ઇઝરાયેલ કેટલી પાયમાલી મચાવી રહ્યું છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું, જ્યારે માત્ર 4 સેકન્ડમાં જ મિસાઇલે ( Missile attack ) બેરૂત ( Beirut ) માં એક ઇમારતને ઉડાવી દીધી. હુમલા બાદ ઘટનાસ્થળે માત્ર ધૂળની ડમરીઓ જ દેખાતી હતી. આજુબાજુના લોકો જેઓ તેમના કામમાં વ્યસ્ત હતા તેઓ ગભરાઈ ગયા અને અહીં-તહીં ભાગવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Israel-Hamas War: મિસાઈલે બહુમાળી ઈમારતને એક જ ક્ષણમાં કાટમાળમાં ફેરવી નાખી
બેરુતના રહેણાંક વિસ્તારમાં ઈઝરાયેલના હુમલાના એક નાનકડા નમૂનાએ દુનિયાને બતાવ્યું કે ઈઝરાયેલ તેના દુશ્મન પર કેટલી ખરાબ રીતે હુમલો કરી રહ્યું છે. ઈઝરાયેલની મિસાઈલે બહુમાળી ઈમારતને એક જ ક્ષણમાં કાટમાળમાં ફેરવી નાખી. આ ઘટનામાં લોકોના મોત કે ઘાયલ થયાના કોઈ સમાચાર નથી. ધ ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, હુમલાના 40 મિનિટ પહેલા ઈઝરાયેલે અરબીમાં સોશિયલ મીડિયા પોસ્ટમાં બંને ઈમારતોને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gold Smuggling Case : સોનાની દાણચોરી માટે બે મુસાફરોએ અજમાવ્યો આ કીમિયો, ખુલાસો થતા ચોંકી ગયું કસ્ટમ વિભાગ..
રિપોર્ટ અનુસાર, આ બહુમાળી ઈમારત કથિત રીતે તયુનેહમાં આવેલી છે. તે હોર્શ બેરૂત નામના સિટી પાર્કની બાજુમાં છે. આ ઘટનાનો વાયરલ વીડિયો દર્શાવે છે કે મિસાઈલ હુમલાની અસર એટલી ભયાનક હતી કે સેકન્ડોમાં જ આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.
Israel-Hamas War: ઇઝરાયેલના હુમલાથી હિઝબુલ્લાહ સ્તબ્ધ
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં ઈઝરાયેલના હુમલા સામે આક્રોશ વધી ગયો છે. નુકસાનનું મૂલ્યાંકન કરવા અને અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સત્તાવાળાઓ અને કટોકટી સેવાઓને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)