News Continuous Bureau | Mumbai
Israel-Hamas War: ઇઝરાયલ-હમાસ યુદ્ધ ( Israel Hamas War ) વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, PM મોદી ( PM Narendra Modi ) એ ઇજિપ્તના રાષ્ટ્રપતિ ( Egypt President ) અબ્દેલ ફતાહ અલ-સીસી ( abdel fattah el-sisi ) સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ગાઝા ( Gaza ) પટ્ટીમાં ઈઝરાયલ ( Israel ) ના સૈન્ય હુમલાઓ અને તેના નુકસાન અંગે ચર્ચા કરી હતી. આ સાથે બંને નેતાઓએ ગાઝાના લોકોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી.
PM Narendra Modi tweets, “Yesterday, spoke with Egyptian President Abdel Fattah El-Sisi. Exchanged views on the deteriorating security and humanitarian situation in West Asia. We share concerns regarding terrorism, violence and loss of civilian lives. We agree on the need for… pic.twitter.com/EOEWf1taUR
— ANI (@ANI) October 29, 2023
ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામ તરફના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપવા માટે ઇજિપ્તના સતત પ્રયાસો વિશે વાત કરી છે. આ સાથે એવું પણ કહેવાય છે કે, ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ હુમલાના પરિણામો ખૂબ ગંભીર હશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિએ એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, આનાથી માનવીય સ્થિતિ વધુ બગડશે. તેથી આ માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા પડશે.
ગાઝામાં મૃત્યુઆંક 7,650 સુધી પહોંચી ગયો છે…
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ-સીસીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અનુસાર આ યુદ્ધનો ઉકેલ રાજદ્વારી સ્તરે શોધવો જોઈએ. તેમણે કહ્યું કે, જો આ દિશામાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તો યુદ્ધવિરામ માનવ જીવન બચાવશે. રાષ્ટ્રપતિ ફતાહે કહ્યું કે, માનવતાવાદી સહાય હિંસા પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક અને કોઈપણ અવરોધ વિના પહોંચાડવી જોઈએ. બંને નેતાઓએ ઇજિપ્ત અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ઉત્તમ વ્યૂહાત્મક ભાગીદારી પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને મિત્ર દેશો વચ્ચેના પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાના પોતાના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો.
ઇઝરાયેલના હુમલા વચ્ચે ગાઝા પટ્ટીએ દાવો કર્યો છે કે , ગાઝામાં મૃત્યુઆંક 7,650 સુધી પહોંચી ગયો છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે,ગાઝામાં મૃત્યુઆંક વધીને 7,650 થયો હતો અને 19,450 ઘાયલ થયા હતા કારણ કે ત્રણ અઠવાડિયા પહેલા ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઇની માનીતી પ્રિમિયર પદ્મિની કાલીપીલીને આજે આખરી વિદાય.. જાણો વિગતે…
યુએન હ્યુમન રાઇટ્સ ચીફ વોલ્કર તુર્કે ગાઝા પટ્ટીમાં મોટા પાયે ગ્રાઉન્ડ ઓપરેશનના વિનાશક પરિણામોની ચેતવણી આપી છે. વોલ્કર તુર્કે કહ્યું કે, અત્યાર સુધી થયેલા તમામ યુદ્ધોને જોતા હું કહી શકું છું કે, હાલમાં ગાઝામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તે સૌથી ભયાનક છે. કારણ કે અહીં મોટા પાયા પર જમીની સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિનાશક પરિણામો તરફ દોરી જશે. તેણે કહ્યું કે, આનું પરિણામ એ આવશે કે મને હજારો લોકોના મોતનો ડર છે. વોલ્કરે આ યુદ્ધને સમાપ્ત કરવા માટે તેમની તમામ શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી.
આ સાથે જ તુર્કીયેએ પણ હમાસ પર ઈઝરાયલના સૈન્ય હુમલાની આકરી નિંદા કરી છે. ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન દળો વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ માટે પણ આહ્વાન કર્યું અને કહ્યું કે આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા મુસ્લિમ દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ.તુર્કીયેના નિવેદનનો જવાબ આપતા ઈઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને કહ્યું કે, આપણે તુર્કીયે સાથે રાજદ્વારી સંબંધોનું પુન:મૂલ્યાંકન કરવું પડશે. તેમણે તુર્કીયેમાં તૈનાત ઈઝરાયેલના રાજદ્વારીઓને ઈઝરાયલ પરત ફરવાનો આદેશ આપ્યો છે. ગયા અઠવાડિયે ઈઝરાયલે તુર્કીયેમાંથી પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા, કારણ કે તુર્કીયેએ પણ ઈઝરાયલના નાગરિકોને આતંકવાદી ખતરાઓને કારણે દેશ છોડવા માટે કહ્યું હતું.