News Continuous Bureau | Mumbai
Israel targets Syria: ઈઝરાયેલે સીરિયાના બશર અલ-અસદના શાસન દરમિયાન બનાવવામાં આવેલ લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને નષ્ટ કરી દીધું છે. અહેવાલો અનુસાર, આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા જૂથ એચટીએસે સત્તા પર કબજો કર્યા પછી ઇઝરાયેલી સંરક્ષણ દળો (આઈડીએફ) એ આ સૈન્ય મથકો પર હુમલો કર્યો છે.
⭕ In 48 hours, the IDF struck most of the strategic weapons stockpiles in Syria to prevent them from falling into the hands of terrorist elements. 𝗛𝗲𝗿𝗲’𝘀 𝘁𝗵𝗲 𝗯𝗿𝗲𝗮𝗸𝗱𝗼𝘄𝗻:
⚓ Naval Operations: Israeli Navy missile ships struck 2 Syrian Navy facilities… pic.twitter.com/6N1fz7BiMF
— Israel Defense Forces (@IDF) December 10, 2024
Israel targets Syria: 80 ટકા લશ્કરી ક્ષમતાઓ નાશ પામી
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું કે 48 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાશન એરો હેઠળ બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, બશર અલ-અસદ શાસનની લગભગ 80 ટકા લશ્કરી ક્ષમતાઓ નાશ પામી હતી. ઇઝરાયેલના અખબાર જેરુસલેમ પોસ્ટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે અસદ શાસનના પતન બાદ IDFએ સીરિયામાં 350થી વધુ હુમલા કર્યા છે.
Israel targets Syria: અલ બાયદા અને લટાકિયા બંદરો પર હુમલો
IDFનો દાવો છે કે આ હુમલાઓમાં સીરિયાના વ્યૂહાત્મક હથિયારોના ભંડારને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલી નૌકાદળે અલ બાયદા અને લટાકિયા બંદરો પર હુમલો કર્યો, જ્યાં 15 સીરિયન નૌકાદળના જહાજો લંગરાયેલા હતા. તેઓએ દમાસ્કસ, હોમ્સ, લટાકિયા, પાલમિરા અને ટાર્ટસમાં સીરિયન સેનાની એન્ટી એરક્રાફ્ટ બેટરીઓ, એરફિલ્ડ્સ અને હથિયારોના ઉત્પાદન કેન્દ્રો પર પણ હુમલો કર્યો. ક્રુઝ મિસાઈલ, સપાટીથી દરિયાઈ મિસાઈલ, યુએવી, ફાઈટર પ્લેન, રડાર, ટેન્ક અને હેલિકોપ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સીરિયામાં તણાવ વચ્ચે ભારતે 75 નાગરિકોને કર્યા એરલિફ્ટ, 44 કાશ્મીરીઓનો સમાવેશ, આ દેશ થઈને વતન પરત ફરશે
Israel targets Syria: શસ્ત્રો દુશ્મનોના હાથમાં ન પહોંચે તેવા પ્રયાસો
ઈઝરાયેલના મીડિયા અનુસાર હિઝબુલ્લાએ સીરિયાના હથિયારો મેળવવાના પ્રયાસો કર્યા છે. આવી સ્થિતિમાં, ઇઝરાયેલની સેના એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે વ્યૂહાત્મક હથિયારો તેના કોઈપણ દુશ્મનના હાથમાં ન આવે. યુએન સિક્યુરિટી કાઉન્સિલને લખેલા પત્રમાં, ઇઝરાયેલે તાત્કાલિક સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે લશ્કરી કાર્યવાહીને ‘મર્યાદિત અને અસ્થાયી’ પગલા તરીકે વર્ણવ્યું હતું. ઈઝરાયેલનું કહેવું છે કે તેનું હિત સીરિયાની સરહદ પર તેના નાગરિકોની સુરક્ષામાં છે. ખાસ કરીને ગોલન હાઇટ્સની સુરક્ષા માટે હુમલા કરવામાં આવ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)