News Continuous Bureau | Mumbai
Israel vs Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ સતત વકરતું જઈ રહ્યું છે ત્યારે ગાઝા પટ્ટીમાં ( Gaza ) મોટી સંખ્યામાં લોકો નિઃસહાય થયા છે. આ દરમિયાન ભારત ( India ) તરફથી પણ હવે માનવીય સહાય મોકલી ( humanitarian aid ) દેવામાં આવી છે. માહિતી અનુસાર ભારતીય વાયુસેનાનું ( Indian Air Force ) C-17 વિમાન ( IAF C-17 ) લગભગ 39 ટન જેટલી સામગ્રી સાથે રવાના થઈ ગયું છે.
માનવીય સહાય તરીકે ભારતે લગભગ 6.5 ટન જેટલી મેડિકલ સહાય તથા 32 ટન જેટલી ડિઝાસ્ટર રિલીફ મટીરિયલ ( Disaster Relief Material ) એટલે કે જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ મોકલી છે. આ વિમાન ઈજિપ્તના અલ એરિસ એરપોર્ટ પર લેન્ડ કરશે. આ સહાયમાં મેડિસિન, સર્જિકલ આઈટમ્સ, ટેન્ટ, સ્લિપિંગ બેગ, ટારપોલિન, સેનિટરી યુટિલીટી, વોટર પ્યુરીફિકેશન ટેબલેટ અને અન્ય જરૂરી વસ્તુઓ મોકલી છે.
🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸!
An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph
— Arindam Bagchi (@MEAIndia) October 22, 2023
સંઘર્ષમાં ગાઝામાં 4000થી વધુ લોકોને માર્યા છે….
મળતી માહિતી મુજબ ગાઝાને મોકલવામાં આવેલી સહાયમાં જીવનરક્ષક દવાઓ, સર્જિકલ વસ્તુઓ, તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સેનિટેશન માટેની સામગ્રીઓ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ અને અન્ય જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. હમાસે ઇઝરાયલ પર ઑક્ટોબર 7ના રોજ કરેલા રોકેટ મારાના જવાબમાં ઇઝરાયલી સેના ગાઝા પર સતત હુમલાઓ કરી રહી છે. આ સંઘર્ષમાં ગાઝામાં 4000થી વધુ લોકોને માર્યા છે, જેમાં મોટા ભાગે સામાન્ય નાગરીકો સમવેશ થાય છે. ઇઝરાયલના હુમલામાં લાખો લોકોના ઘર નષ્ટ પામ્યા છે, ઇઝરાયલી સેનાએ ઉત્તર ગાઝા ખાલી કરવા ચેતવણી આપી હતી, ત્યારે લાખો લોકો પોતાનું સર્વસ્વ છોડી વિસ્થાપિતો તરીકે જીવન ગાળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Shoaib Ali Bukhari Harassed : પહેલા પાકિસ્તાન હવે બાંગ્લાદેશના પ્રશંસક સાથે ગેરવર્તન, વીડિયો થયો વાયરલ.. જુઓ વિડીયો..વાંચો વિગતે અહીં..
ઈઝરાયલે ગાઝાની આહાર, પાણી, વિજળી, ઇંધણનું પુરવઠો રોકી દીધો હતો. યુએસ, ઇઝરાયેલ, ઇજિપ્ત અને યુએન દ્વારા વાટાઘાટો બાદ ઇજિપ્ત અને ગાઝા વચ્ચેનો રફાહ ક્રોસિંગ પોઇન્ટ આખરે યુદ્ધના બે અઠવાડિયામાં પ્રથમ વખત શનિવારે સહાય માટે ખોલવામાં આવ્યો હતો. વાટાઘાટો પછી, ખોરાક, પાણી અને દવાનો પ્રથમ જથ્થો લઈને 20 ટ્રક ગાઝા પહોંચ્યા હતા, પરંતુ ઇંધણની સપ્લાય હજુ બંધ છે.
પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટીના જણાવ્યા મુજબ કે આ સહાય સમુદ્રમાં માત્ર એક ટીપું છે. હવે ભારતે પણ મદદનો હાથ લંબાવ્યો છે અને ગાઝામાં રાહત સામગ્રી મોકલી છે.