News Continuous Bureau | Mumbai
Israel vs Hamas War: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ( Mohan Bhagwat ) પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, મોહન ભાગવતે 21 ઓક્ટોબરે કહ્યું હતું કે, હિંદુ ધર્મ ( Hinduism ) તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે અને જે મુદ્દાઓને કારણે આજે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તેના પર ભારતમાં ( India ) ક્યારેય લડાઈ થઈ નથી. મોહન ભાગવત નાગપુરની ( Nagpur ) એક શાળામાં છત્રપતિ શિવાજી મહારાજના ( Chhatrapati Shivaji Maharaj ) રાજ્યાભિષેકના ( coronation ) 350 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
નાગપુરની એક શાળામાં કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, આ દેશમાં એક એવો ધર્મ અને સંસ્કૃતિ છે જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનું સન્માન કરે છે. એ હિંદુ ધર્મ છે. આ હિંદુઓનો દેશ છે. આનો અર્થ એ નથી કે આપણે બીજા બધા (ધર્મોને) નકારીએ છીએ. અહીં જ્યારે તમે હિન્દુ કહો છો તો એ કહેવાની જરૂર નથી કે, મુસ્લિમોને પણ સુરક્ષા આપવામાં આવી છે. આવું માત્ર હિન્દુઓ જ કરે છે. આ માત્ર ભારત જ કરે છે. અન્ય દેશોમાં આવું થતું નથી.
અમે આ મુદ્દે ક્યારેય કોઈની સાથે લડ્યા નથી….
અન્ય કોઇ દેશોમાં આવું થતું નથી. દરેક જગ્યાએ યુદ્ધો થઇ રહ્યા છે. તમે યુક્રેન યુદ્ધ, હમાસ-ઈઝરાયલ યુદ્ધ વિશે તો ખબર જ છે. આવા મુદ્દાઓ પર આપણા દેશમાં ક્યારેય યુદ્ધ થયું નથી. શિવાજી મહારાજના સમયમાં જે હુમલાઓ થયા હતા તે આવા જ પ્રકારના હતા પરંતુ અમે આ મુદ્દે ક્યારેય કોઈની સાથે લડ્યા નથી, તેથી જ અમે હિંદુ છીએ.
આ સમાચાર પણ વાંચો : Israel vs Hamas War: ભારતે પેલેસ્ટાઇન માટે મોકલી રાહત સામગ્રી, IAFનું C-17 વિમાન રવાના.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..
નોંધનીય છે કે ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 4385 પેલેસ્ટાઈનના મોત થયા છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર રોકેટ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હુમલા બાદ તરત જ ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયું હતું. ઈઝરાયલનું કહેવું છે કે તે કોઇપણ સંજોગોમાં હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેશે.