News Continuous Bureau | Mumbai
જાપાન(Japan)ના ભૂતપૂર્વ વડાપ્રધાન(Former PM) શિંઝો આબે(Shinzo Abe)નું નિધન થયું છે. જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર આજે સવારે હુમલો(firing) થયો હતો. તેમને ગોળી(Firing) મારવામાં આવી હતી. ગોળી તેમને છાતીના ભાગમાં વાગી હતી અને તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમને બચાવવા માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. ગોળી વાગવા(firing)ના કારણે ખૂબ જ લોહી વહી ગયું હોવાથી શિંઝો આબે(Shinzo Abe)ની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. જાપાનીઝ એજન્સીએ શિંઝો આબેના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડમાં ગમખ્વાર દુર્ઘટના- નવ લોકોના મૃત્યુ- જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે શિંઝો આબે નારા શહેર(Nara city)માં ભાષણ આપી રહ્યા હતા તે સમયે આ હુમલો(Attack) થયો હતો. ગોળી વાગવાના કારણે તેઓ અચાનક જ નીચે પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી(Blood) વહેવા લાગ્યું હતું. તેઓ અચાનક નીચે પડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો કશું પણ સમજી નહોતા શક્યા અને ચોંકી ઉઠ્યા હતા. આબે પર હુમલો કરનારાને પોલીસે પકડી લીધો છે. હાલ તેની પુછપરછ ચાલી રહી છે.
#વડા વડાપ્રધાન #નરેન્દ્ર #મોદીના ખાસ મિત્ર અને #જાપાનના ભૂતપૂર્વ #PM #શિંજોઆબે ને ભર રસ્તે #ગોળી મારવામાં આવી. #વિડીયો વાયરલ.#PMModi #Japan #formerPM #ShinzoAbeShot pic.twitter.com/JgYsD9lSeV
— news continuous (@NewsContinuous) July 8, 2022
