ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 ઓક્ટોબર 2020
યોગાનુયોગ યુએસ ની જેમ હાલ ભારતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. એમાં NDA ના ઉમેદવારોએ પોતે જીતશે તો બિહારની પ્રજાને કોરોનાની રસી મફત આપશે એવું વચન આપ્યું હતું. જો કે આ વચનને ઘણો હોબાળો પણ થયો છે. ત્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિના ઉમેદવાર જો બીડેનએ ભાજપની કોપી કર્યાની ચર્ચા થઈ રહી છે.
અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોરોના વાઇરસ સૌથી મોટો મુદ્દો બનતો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બચાવ અને સ્પષ્ટતાની મુદ્રામાં છે. ડેમોક્રેટ ઉમેદવાર બાઈડને કહ્યું કે 'કોરોના પીઆર કાબૂ મેળવવા બાબતે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. જો હું રાષ્ટ્રપતિ બનીશ તો દરેક અમેરિકનને મફતમાં કોરાનાની વેક્સિન આપવામાં આવશે. પછી ભલે તેનો વીમો હોય કે ન હોય.'
ત્રીજી રાષ્ટ્રપતિની ચર્ચા બાદ એક રેલી સંબોધતા ટ્રમ્પે કહ્યું, તેમણે કોરોના સામે સારી રીતે મુકાબલો કર્યો છે. દરેક અમેરિકનએ આ વાત ધ્યાનમાં લેવી પડશે. ટ્રમ્પએ કહ્યું, જ્યારે પણ આપણને સલામત અને અસરકારક વેક્સિન મળશે ત્યારે હું વચન આપું છું કે દરેક અમેરિકનને મફતમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તૃમ્પને ઉત્તર વાળતા બાઇડને કહ્યું કે અમેરિકામાં કોરોનાથી 2 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રપતિ મહિનાઓથી કહી રહ્યા છે કે કોરોના વાઇરસ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જવાનો છે, આપણે એના પર કાબૂ મેળવીશું, પરંતુ આવું ક્યારે થશે.? એનો જવાબ ટ્રમ્પ પાસે નથી. આમ અમેરિકાની ચુંટણીમાં પણ હાલ તો કોરોનાની રસી રાજકીય મુદ્દો બની છે..
