ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 2022 માટે અમેરિકાના 768 અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી દીધી છે.
આ બજેટમાં ખાસ કરીને ઈન્ડો પેસિફિક રિજનમાં મિલિટરી અભિયાન માટે માત્ર સાત અબજ ડોલર ફાળવવામાં
આવ્યા છે. આ એજ વિસ્તાર છે જ્યાં ચીન સતત દાદાગીરી કરી રહ્યું છે.
બજેટમાં સૈનિકો અને અધિકારીઓના પગારમાં વધારો પણ સામેલ છે.
સાથે સાથે બજેટમાં અત્યાધુનિક હાઈપર સોનિક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત હથિયારો પર ભાર મુકવામાં આવ્યો છે.
બજેટનુ મુખ્ય ફોકસ ચીન અને રશિયા સાથે વધી રહેલી પ્રતિસ્પર્ધા પર કરવામાં આવ્યુ છે.
