ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન થોડા દિવસ માટે પોતાની તમામ સત્તા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપશે.
પ્રાપ્ત જાણકારી મુજબ અમેરિકી બંધારણમાં રાષ્ટ્રપતિને આપવામાં આવેલી તમામ સત્તા કમલા હેરિસને આપવામાં આવશે.
જો બાઈડન કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા લેવાના છે. તેને લઈને તે પોતાનો પાવર કમલા હેરિસને સોંપશે.
આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે હાલમાં જ પ્રેસિડેન્ટ જો બાઈડેન અને કમલા હેરિસની વચ્ચે તકરારના સમાચાર સામે આવ્યા હતા.
આ પહેલા પણ રાષ્ટ્રપતિની સત્તા ઉપરાષ્ટ્રપતિને ટ્રાન્સફર કરવામાં આવી છે જ્યારે વર્ષ 2002 અને 2007માં તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે કોલોનોસ્કોપી કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે યુ.એસ.માં, તે રૂટીન પ્રોસેસ છે કે જ્યારે રાષ્ટ્રપતિ આવી તબીબી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, ત્યારે રાષ્ટ્રપતિની સત્તા ઉપરાષ્ટ્રપતિને સોંપવામાં આવે છે.