Site icon

લો બોલો.. ! બોસથી બદલો લેવા કોરોના પોઝિટિવ કર્મચારી એ કરી દીધી કિસ.. જાણો ક્યાંનો છે આ કિસ્સો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 ડિસેમ્બર 2020

પાકિસ્તાનના કરાચીથી એક નવીન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશન (કે.એમ.સી) ના વરિષ્ઠ અધિકારીએ, બીજા કેએમસી કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, કારણ કે તે કોરોના પોઝિટિવ હોવા છતાં ઇરાદાપૂર્વક તેમને ભેટ્યો હતો અને ગાલ પર ચુંબન કર્યું હતું.

Join Our WhatsApp Community

આખી વાત જાણે એમ છે કે,,  કે.એમ.સી. માં સહાયક નિયામક તરીકે કાર્યરત એક વ્યક્તિ એચઆર વિભાગના ડિરેક્ટરને કથિત રૂપે ભેટી પડ્યો હતો અને ચુંબન કર્યુ હતું. કહેવાય છે કે  શંકાસ્પદ વ્યક્તિને છેલ્લા કેટલાક મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. આથી પોતાના ઉપરી સાથે બદલો લેવાં માટેજ તેણે પોતાના સાહેબને ભેટી ચુંબન કર્યું  હતું. જ્યારે એચ.આર.ના પીડિતએ જણાવ્યું હતું કે કિસ કરનાર કર્મચારી સામે ભ્રષ્ટાચારના આરોપો સાબિત થયા બાદ 5 ઓક્ટોબરના રોજ તેને પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો.આથી પગાર ચુકવવામાં આવ્યો ન હતો.

હવે પીડીત ડિરેક્ટરએ શંકાસ્પદ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કહી છે. કેમકે, અગાઉ કોવિડ  પોઝિટિવ હોવા છતાં એડમિનિસ્ટ્રેટર સચિવાલય ખાતે ઘણા કેએમસી અધિકારીઓને પણ તે મળ્યો હતો. આથી સંભવ છે કે કોઈને તેનો ચેપ લાગ્યો પણ હોય.. આથી હવે કે.એમ.સી મા હાલ ઘભરાટ નું વાતાવરણ ફેલાયું છે.

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version