ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
રશિયાના પશ્ચિમી દક્ષિણ છેડે ભયંકર વિક્ષેપ થઈ રહ્યો છે. કઝાકિસ્તાનમાં સત્તા વિરોધી હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઇંધણ અને ગેસના ભાવ વધારા મુદ્દે શરૂ થયેલું આંદોલન વધુને વધુ હિંસક બનતું જાય છે. હિંસામાં ૧૭૦ લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં સુરક્ષાદળોના ૨૦ જેટલાં જવાનો પણ હિંસામાં માર્યા ગયા છે. રશિયાએ હિંસાના કાબૂમાં લેવા માટે ૨૫૦૦ સૈનિકોને તૈનાત કર્યા છે.
કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે પોલીસે ગયા અઠવાડિયે હિંસામાં ફેરવાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લગભગ ૫,૮૦૦ લોકોની અટકાયત કરી હતી. વિરોધ હિંસક બન્યા બાદ રશિયાની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને કઝાકિસ્તાનમાં સૈનિકો મોકલવા પડ્યા હતા. હાલ દેશમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને અધિકારીઓએ વહીવટી ઈમારતો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે. આ ઈમારતોને વિરોધીઓએ કબજે કરી લીધી હતી અને તેમાંથી કેટલીકને આગ ચાંપવામાં આવી હતી.
અરે વાહ! મુલુંડમાં વાંચનના શોખીનો માટે 24 કલાક ખુલ્લી રહેતી અનોખી નિઃશુલ્ક લાઈબ્રેરી; જાણો વિગત
રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ત તોકાયેવ પ્રદર્શનોને શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે સરકારના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. તેમણે આ અરાજકતા માટે આતંકવાદી સમૂહને જવાબદાર ગણાવ્યું છે. તોકાયેવે બે સપ્તાહ માટે દેશમાં કટોકટી લાગુ કરી છે. અલ્માટી અને અન્ય એક શહેરમાં એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.
જોકે દેશના સૌથી મોટા શહેર અલ્માટીમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે શું તે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી ચેતવણીના ભાગ રૂપે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એલપીજી ઈંધણના ભાવમાં તીવ્ર વધારાને લઈને દેશના પશ્ચિમ ભાગમાં ૨ જાન્યુઆરીએ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને સમગ્ર દેશમાં ફેલાઈ ગયું હતું.