ગ્લોબલ ટેરર ફાઈનાન્સિંગ વોચડોગ એફએટીએફની બેઠક પહેલાં બ્લેકલિસ્ટના ડરે પાકિસ્તાને આતંકવાદીઓ સામે પગલાં ભરવાનું નાટક શરૂ કર્યું.
લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે આતંકવાદી હાફિઝ સઈદના બે સાગરિતોને 15-15 વર્ષની સજા ફટકારી.
આ ઉપરાંત હાફિઝના એક સંબંધી અબ્દુલ રહેમાન મુક્કીને પણ છ માસની સજા કરવામાં આવી.
લાહોર કોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓને જેલમાં રજૂ કરવામાં આવ્યા હતા.
એ પછી કોર્ટે ત્રણેયને સજા ફટકારીને જેલમાં ધકેલી દેવાનો આદેશ કર્યો હતો.
