ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
માત્ર ભારત જ નહીં પાડોશી દેશ શ્રીલંકાની જનતા પણ એલપીજીના ભાવ વધારાથી ચિંતિત છે.
શ્રીલંકન સરકાર દ્વારા તાજેતરમાં કોમોડિટીઝ માટે ભાવ મર્યાદા નાબૂદ કરવાની ઘોષણા બાદ રસોઈ ગેસના છૂટક ભાવમાં લગભગ 90 ટકાનો ઉછાળો આવ્યો છે.
અહીં સ્ટાન્ડર્ડ ઘરેલૂ એલપીજી સિલિન્ડર (12.5 કિલો) ની કિંમત 1,257 રૂપિયા વધીને 2,657 રૂપિયા થઈ ગઈ છે.
એક કિલો દૂધ હવે 250 રૂપિયા વધીને 1,195 રૂપિયા મોંઘુ થયું છે. એ જ રીતે, અન્ય આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે ઘઉંનો લોટ, ખાંડ અને સિમેન્ટના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
જો કે, રાંધણ ગેસના ભાવમાં વિક્રમી વધારાએ સૌથી વધુ લોકોમાં આક્રોશ સર્જ્યો હતો. લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભાવ પાછો ખેંચવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે જ શ્રીલંકાની સરકારે ગુરુવારે રાત્રે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક બાદ દૂધના પાવડર, ગેસ, લોટ અને સિમેન્ટની ભાવ નિયંત્રણ વ્યવસ્થાને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.
હાક થૂં…. !!! લોકોની થૂંક સાફ કરવા પાછળ 12000 કરોડ રૂપિયાનો ખર્ચ. ભારતીય રેલવેની વિસામણ. જાણો વિગત…