ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
વર્ષ 2020 ની શરૂઆતમાં જ કોરોના એ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું. ઠીક આ સમયે ઈંગ્લેન્ડમાં રહેતા ૪૯ વર્ષીય જેસન કેલ્ક ને કોરોના થયો હતો. ત્યારથી લઈને આજ દિવસ સુધી જેસન હોસ્પિટલમાં ભરતી છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે. તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા તેના ૪૮ કલાક પછી તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા. આજ દિવસ સુધી તે વેન્ટિલેટર પર છે.
છેલ્લા એક વર્ષમાં તેમની કિડની અને તેમનાં ફેફસાં પૂરી રીતે ખલાસ થઈ ચૂક્યા છે. પરંતુ તેઓ આત્મબળ ના સહારે જીવીત છે. અત્યારે માત્ર હાડકાનું એક શરીર બચ્યું છે. તેઓ પોતાની ધર્મપત્ની અને પરિવાર સાથે વિડિયો કોન્ફરન્સિંગ થી વાત કરે છે. બસ આ જ એક માત્ર તેમની માટે સુખનો સમય હોય છે.
મહારાષ્ટ્રમાં કોરોના ના આંકડા જેવાના તેવા. ૨૪ કલાકમાં કોઈ સુધાર વર્તાયો નથી.
