ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 જાન્યુઆરી 2021
અમેરિકાના 300 વર્ષના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી જે હાલ બન્યું છે. ચૂંટણીમાં હારી ગયેલા રાષ્ટ્રપતિએ પોતાની હાર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ બાદ ટ્રમ્પના સમર્થકોએ યુ.એસ. સંસદનો ઘેરો ઘાલી સંસદમાં ગોળી ચલાવી છે. જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે.
યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પછી પણ આ ઝઘડો ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારોએ વ્હાઇટ હાઉસ અને કેપિટલ હિલ્સની બહાર હંગામો મચાવ્યો હતો. યુ.એસ.માં હંગામો થયા બાદ હવે વોશિંગ્ટન ડીસીમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તે જ સમયે, ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ટ્રમ્પના એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક ટ્વીટ્સ અને વીડિયો પણ દૂર કરવામાં આવ્યા છે.
આ બધી હંગામો કેવી રીતે શરૂ થયો, તે વિસ્તાર થી જાણીયેતો આ હંગામો ટ્રમ્પના ભાષણ પછી શરૂ થયો. બિડેનની જીત અંગે સંસદના અંતિમ નિર્ણયથી ડરીને ટ્રમ્પે પહેલેથી જ વોશિંગ્ટનમાં એક મોટી રેલી બોલાવી હતી. ટ્રમ્પના ભાષણ બાદ આ રેલીમાં સમર્થકો રોષે ભરાયા હતા. ટ્રમ્પે સીધુ જ કહ્યું કે યુ.એસ.ની ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી અને બાયડેનના મતો કમ્પ્યુટરની મદદથી વધારવામાં આવ્યા હતા. ટ્રમ્પે બીડેનની જીતને માનવાનો ઇનકાર કર્યો હતો. જોકે ભીડ જોયા પછી ટ્રમ્પે તેમના સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી, પરંતુ ટ્રમ્પની અપીલનો સમર્થકો પાર કોઈ અસર થઈ ન હતી.
