ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાત્રે 1 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી.
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ 127 કિલોમીટરની ઉંડાઈએ હતું.
જો કે હજુ સુધી કોઈ જાનહાની કે માલહાનિના અહેવાલ નથી.
ગયા મહિને 19 જાન્યુઆરીએ ઈન્ડોનેશિયામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Leave a Reply