ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
ભારતના નાગરિકોને પણ બહુ જલદી ઈ-પાસપોર્ટ આવવાનું ચાલુ કરવામાં આવવાનું નાણાંપ્રધાન સીતારમણે પોતાના બજેટના ભાષણ દરમિયાન કહ્યું હતું.
લેટસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇ પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવશે, જેથી નાગરિકો માટે તેમનો વિદેશ પ્રવાસ વધુ સરળ અને સગવદાયી બની રહેશે. જ્યારે 2019 માં પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કેટલાક પ્રસ્તાવિત ફિચર્સ હતા.
બજેટમાં સરકારની ઓટો સેક્ટર માટે મોટી જાહેરાતઃ દેશમાં ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે; જાણો વિગત
સીતારમણના કહેવા મુજબ આ ઈ-પાસપોર્ટ વાંચવામાં થોડી સેકન્ડનો જ સમય લાગશે. પ્રોટોટાઇપનું પરીક્ષણ યુએસ સરકાર દ્વારા પસંદ કરાયેલી પ્રયોગશાળામાં કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી આગળ અને પાછળના કવર વધુ જાડા હોવાની અપેક્ષા છે. પાછળના કવરમાં નાની સિલિકોન ચિપ હોવાની અપેક્ષા છે. આ ચિપમાં 64 કિલોબાઈટ મેમરી સ્પેસ હશે. પાસપોર્ટ ધારકનો ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ્સ ચિપમાં સંગ્રહિત કરવામાં આવશે. ઇ-પાસપોર્ટમાં 30 વિઝિટ કે પ્રવાસ સુધીનો ડેટા સંગ્રહ કરવાની ક્ષમતા હશે