Site icon

બાળકોને કરોડોની લોટરી લાગી, બીજા દિવસે પરિવાર જનોએ ગામ છોડીને ભાગવું પડ્યું; જાણો આ દેશનો કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

દક્ષિણ મેક્સિકોમાં અમુક પરિવારોને લોટરી લાગતા એમના આનંદનો પાર રહ્યો ન હતો. જોકે આ આનંદ તેમના માટે ક્ષણિક સાબિત થયો કારણ કે બીજા જ દિવસે આ પરિવારોએ ગામ છોડીને ભાગી જવું પડયું. મેક્સિકોમાં નર્સરીના બાળકોએ લોટરીમાં 20 મિલિયન ડોલર ($950,000 અથવા ભારતીય રૂપિયામાં 7,07,53,672) જીત્યા હતાં. આ સમાચાર મળતા જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યાર પછી તેમને એક ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી અને રાતોરાત ગામ છોડીને ભાગી જવું પડયું. 

 

મામલો એમ છે કે મેક્સિકોમાં ગેંગ હિંસા ફેલાઈ ગઈ છે અને સશસ્ત્ર જૂથો વારંવાર પ્રદેશના નિયંત્રણ માટે હરીફો સાથેની તેમની લડાઈમાં સ્થાનિકોની ભરતી કરવાનો પ્રયાસ કરે છે. બીજી બાજુ મેક્સિકોની બહુચર્ચિત સાદી લોટરીમાં કેટલીક 500 ટિકિટો અનામી લાભાર્થીઓ દ્વારા ખરીદવામાં આવી હતી અને દેશભરની ગરીબ શાળાઓ અને નર્સરીઓને દાનમાં આપવામાં આવી હતી.

 

મેક્સીકન રાજ્યએ એક હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવા માટે લોટરીનું આયોજન કર્યું હતું. સપ્ટેમ્બર 2020માં 100 વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી હતી અને મેક્સીકન અખબારોમાં નામો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ વિજેતાઓમાં ઓકોસિન્ગોના સ્વદેશી ગામમાં ચાલતી એક નાની નર્સરીનું નામ હતું. જ્યાં પહેલા તો લોટરીના સમાચાર સાંભળ્યા બાદ જશ્નનો માહોલ હતો, પરંતુ તેના સમાચાર ફેલાતાની સાથે જ સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. જે બાળકોને લોટરી લાગી હતી તેમના માતા પિતાને તરત જ સશસ્ત્ર જૂથ તરફથી ધમકીઓ મળવા લાગી હતી. જૂથે માગણી કરી હતી કે લોટરીના પૈસાનો ઉપયોગ ગેંગ માટે હથિયાર ખરીદવામાં કરવામાં આવે. ટોળકી તરફથી ધમકીઓ મળ્યા બાદ પરિવારને ગામ છોડવું પડ્યું અને હવે તેઓ મુશ્કેલ જીવન જીવી રહ્યા છે.

પરત ફર્યો કોરોના? વિશ્વના આ દેશમાં રોકાઈ રહ્યુ નથી મહામારીનું સંક્રમણ; છેલ્લા 24 કલાકમાં આટલા હજાર કેસ આવ્યા સામે 

 

બાળકોના માતા-પિતાએ આ ટોળકીને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો અને નાણાનો એક ભાગ નર્સરી માટે નવી ટેરેસ પર ખર્ચ કર્યો હતો. આ વર્ષે જ્યારે માતા-પિતાએ તેમના ગામને સુધારવા માટે બાકીના 14 મિલિયન પેસોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું ત્યારે ખતરો વધી ગયો હતો. માર્ચમાં એક બાળકના પિતાની ગેંગના સભ્યો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા મહિને પરિસ્થિતિ વધુ વિકટ બની હતી જ્યારે ગેંગે ગામમાં મહિલાઓ અને બાળકો પર હુમલો કર્યો હતો જેના પગલે 28 પરિવારો ગામ છોડીને ભાગી ગયા હતા. મીડિયા અહેવાલ મુજબ પરિવારોએ સ્થાનિક સત્તાવાળાઓને તેમની દુર્દશા વિશે માહિતી આપી હતી, પરંતુ જ્યાં સુધી ગેંગને નિઃશસ્ત્ર કરીને નાબૂદ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ તેમના ઘરે પાછા ફરી શકશે નહીં.

 

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version